1 સપ્ટેમ્બરથી નવો મોટર વાહન કાયદો લાગુ કરવામાં આવ્યો હતો આ કાયદો લાગુ કર્યાના બે મહિનાની અંદર જ દેશમાં થતા અકસ્માતોમાં ઓછા માં ઓછા 9% જેટલો ઘટાડો થયો છે. સપ્ટેમ્બરથી ઓક્ટોબરની વચ્ચે માર્ગ અકસ્માત-સંબંધિત 3,375 લોકોનાં મોત થયા હતા. ગયા વર્ષે આ આંકડો 3,729નો હતો. લોકસભામાં કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ આ અંગે માહિતી આપી હતી.
તેમના લેખિત જવાબમાં કહેવાયું છે કે અમુક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ માર્ગ અકસ્માત અને જાનહાનિમાં ઘટાડો થયો છે.

લોકસભામાં થયેલ રજુ થયેલ દસ્તાવેજોમાં ખુલાસો થયો હતો કે ચંદીગઢમાં માર્ગ અકસ્માતોથી સંબંધિત મૃત્યુમાં ગયા વર્ષની તુલનામાં 75 ટકાનો ઘટાડો થયો છે. પુંડ્ડુચેરીમાં આ ઘટાડો 31 ટકા હતો. ઉત્તરાખંડમાં 22 ટકાનો અને ગુજરાતમાં માર્ગ અકસ્માતોમાં 14 ટકાનો ઘટાડો થયો હોવાની જાણકારી આપવામાં આવી છે.
જયારે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા હતા. ત્યારે તેનો ઘણો વિરોધ થયો હતો. દંડ ની વધારે રકમ ના કારણે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો ત્યાર બાદ કે ભાજપ શાસિત ઘણા રાજ્યો સહિત અનેક રાજ્ય સરકારોએ ટ્રાફિક નિયમના ઉલ્લંઘન કરતા દંડ ઘટાડવા માટે અલગ સૂચનાઓ બહાર પાડી હતી.
