દેશની રાજધાની દિલ્હીના નોઈડાના જેજે કોલોની સ્લમ ક્લસ્ટરમાં સેક્ટર 5,8,9 અને 10 સામેલ છે. આ ક્લસ્ટરમાંથી 30જ જૂન સુધીમાં કોરોના સંક્રમણના 90 જેટલા કેસો સામે આવ્યા હતા. એકલા સેક્ટર 8માં જ ટોટલ કેસના અડધા કેસ જોવા મળ્યા હતા. આ ક્લસ્ટર ઝોનમાં વધતા કોરોનાના કેસોની સરખામણી એક સમયે મુંબઈની ધારાવીથી કરવાનું ચાલુ કરી દેવામાં આવ્યું હતું. આ સ્લમ કોલોનીને નોઈડાની ધારાવી તરીકે ઓળખવામાં આવી રહી છે.

જેજે કોલોની ક્લસ્ટર ઝોનમાંથી દિલ્હી સરકાર માટે જુલાઈ મહિનામાં સારા સમાચાર મળ્યા છે. જુલાઈ મહિનામાં આ ક્લસ્ટર સેક્ટરમાંથી એક પણ કોરોના સંક્રમણનો કેસ સામે આવ્યો નથી. આ એરિયામાં કેવી રીતે કોરોના કંટ્રોલ કરવામાં આવ્યો તે અંગે વાત કરતા એક અધિકારીએ કહ્યું હતું કે, કોરોના વોરિયર્સના અથાગ પ્રયત્નો, સાચી રણનીતિ અને ચોક્કસ માર્ગદર્શનથી આ વિસ્તારને કોરોનું હોટસ્પોટ બનતા પહેલા જ રોકી દેવામાં આવ્યું.

નોઈડામાં કોરોનાના નોડલ અધિકારી નરેન્દ્ર ભૂષણે કહ્યું હતું કે, બેકાબુ થઈ રહેલા કોરોના સંક્રમણને કાબુમાં કરવા માટે રોજ ચાર હજાર જેટલા લોકોની તપાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે 2 થી 12 જુલાઈ સુધી રોજ બધા લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં વારંવાર લોકોને હાથ દોવાનું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું અને ફરજિયાત ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરવાનું જણાવવામાં આવતું હતું.
