તા 21મી ઓક્ટોબર નાં રોજ હરિયાણા અને મહારાષ્ટ્ર ની ચૂંટણી થઈ રહી છે. દેશમાં મંદી અને બેરોજગારી ની બૂમો વચ્ચે હાલમાં ભૂખમરા અંગેના ઈન્ડેક્ષમાં ભારતનો 102મો ક્રમ આવવો અને અર્થતંત્રની દિવસે-દિવસે બગડી રહેલી પરિસ્થિતી સરકારની ચિંતા વધવાના સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યા છે. જે હવે લાંબા સમય સુધી મંત્રીઓના આવતા ઊંધા-ચત્તા નિવેદનો સરકારની છબી અને અર્થતંત્રની માંડ પડેલી ગતિને ઝડપ થી બેઠા કરવાની દિશામાં નક્કર પગલાં સામે લાલબત્તી બનીને ઊભા રહી જાય છે.

બંને રાજ્યોમાં ચૂંટણી હોવા છતાં તદ્દન નિરશ માહોલ છે. હાલમાં કોંગ્રેસ અને અન્ય વિરોધી પક્ષોમાં જે આંતરિક ઝઘડાઓ અને અંદરો-અંદર જૂથબંધીથી સંપૂર્ણ ચૂંટણી એકતરફી દેખાય છે અને સત્તાધારી ભારતીય જનતા પાર્ટી અને જુની જ સરકાર ફરીથી સત્તારૂઢ બનશે એવા સ્પષ્ટ સમીકરણો બની રહ્યા છે. આ સમયે રામ મંદિરનો 70 વર્ષ જૂના કોર્ટ વિવાદની સંપૂર્ણ સુનાવણી પૂરી થઈ છે. અને સમગ્ર દેશમાં ફરીથી રામમંદિર મુદ્દો એ રાજકીય વિવાદનું કેન્દ્ર બની રહ્યો છે. બંને પક્ષોએ કોર્ટમાં પોતાની જીતના દાવા પેશ કર્યા છે. નિર્ણય 17મી નવેમ્બરે આવશે.
હરિયાણા અને મહારાષ્ટ્રમાં 21મી ઓકટોબરે ચૂંટણીનું મતદાન યોજાનાર છે. ત્યારે “રામ મંદિર” એક અગત્યનો મુદ્દો બની રહ્યો છે. આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં હોવા છતાં ભારતીય જનતા પાર્ટીનાં નેતાઓ અવાર-નવાર રામ મંદિરના નિર્માણ માટે કટિબદ્ધ છે એવો દાવો કરે છે. આ ઉપરાંત મુસ્લિમ પક્ષમાં પણ એ ભય છે કે કોર્ટ તેમના પક્ષમાં ચુકાદો આપે તો પણ સરકાર બહુમતીના આધારે રામ મંદિર નિર્માણ અંગે કાયદો પસાર કરશે. જે મુદ્દાને ધ્યાનમાં લઈ હરિયાણા અને મહારાષ્ટ્ર ચૂંટણીમાં હિન્દુ અને મુસ્લિમોનાં ધ્રુવીકરણને લઈ મતદાનને દિવસે મોટી અસર થશે અને સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થશે એવું સ્પષ્ટ પણે દેખાય રહ્યું છે.
જાણીતા રાજકીય વિશ્લેષક મેહુલભાઈ ચોકસીની કલમે
