હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે એવામાં કોરોના વાયરસના વધતા કેસોને લઇ ચિંતા વધી રહી છે. કોરોનાને લઇ એક્શનમાં આવેલી સરકારએ લોકોને ભીડ થી બચવાનું કહ્યું છે. પોતે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ હોળી મિલન સમારોહથી દૂર રહેવાનો સંદેશ આપ્યો છે. એ ઉપરાંત સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનએ પણ કેટલીક સાવચેતી રાખવાનું કહ્યું છે, જે આ વાયરસથી તમને દૂર રાખી શકે છે. એ વચ્ચે, બીજેપીએ પોતાના બધા પ્રદેશ અધ્યક્ષને હોળી મિલન સમારોહમાં ન જવાની સલાહ આપી છે.
પીએમ બોલ્યા-‘હોળી મિલન’માં નહિ જાય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું કે, તેમણે કોઈ પણ પ્રકારના ‘હોળી મિલન’ સમારોહમાં ન જવાનો નિર્ણય કર્યો છે કારણ કે વિશેષજ્ઞોએ કોરોના વાયરસને રોકવા માટે મોટી સંખ્યામાં લોકોને એકત્રિત થવાના કાર્યક્રમ ઓછા કરવાની સલાહ આપી છે. મોદી એ ટ્વીટ કર્યું, ‘દુનિયાભરના વિશેષજ્ઞોએ કોવિડ-19 કોરોના વાયરસને ફેલાવવાથી રોકવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવા વાળા કાર્યક્રમો ઓછા કરવાની સલાહ આપી છે. માટે આ વર્ષે મેં કોઈ પણ ‘હોળી મિલન’ સમારોહમાં ન જવાનો નિર્ણય કર્યો છે.’ પીએમ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ હોળી મિલન સમારોહથી દૂર રહેવાની ઘોષણા કરી છે.
અમિત શાહેનું ટ્વીટ, કોરોનાના કારણે હોળી મિલનમાં નહિ જાય
અમિત શાહે ટ્વીટ કરતા કહ્યું કે, ‘હોળી ભારતીયો માટે ખુબ મહત્વપૂર્ણ છે, પરંતુ કોરોના વાયરસને જોઈ, મેં કોઈ પણ હોળી મિલન સમારોહમાં ન જવાનો નિર્ણય કર્યો છે. હું બધાને ભીડથી બચવાની અપીલ કરું છું, પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખો’.
આ પણ વાંચો : કોરોના વાયરસ : ડિમાન્ડ વધતા માસ્કની કિંમતમાં પણ 4 ઘણો વધારો
