હવે આધાર કાર્ડ માં એડ્રેસ બદલવો સરળ થઇ ગયો છે. જે લોકોના આધાર કાર્ડમાં જૂનો એડ્રેસ કે ખોટો એડ્રેસ છે એમના માટે આ ખુશીના સમાચાર છે તેમજ વિદેશમાં રહેલા ભારતીયો, નોકરી કરવા માટે વિદેશ ગયા છે અથવા તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈને નોકરી કરી રહ્યા એ લોકોએ હવે આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા માટે આધાર સેન્ટરના ધક્કા નહીં ખાવા પડે. નવા નિયમ હેઠળ તમે નવા એડ્રેસનો સેલ્ફ ડિક્લેરેશેન લેટર આપીને કામ પતાવી શકો છો.
નવા નિયમ અનુસાર UIDAI તમારા સેલ્ફ ડિક્લેરેશન લેટરથી જ એડ્રેસ બદલી આપશે. આ માટે તમારે ભાડા કરાર કે લિસ્ટેડ ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાની જરૂર નહિ પડે. તમે આધાર કેંદ્ર જઈ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ સાથે એડ્રેસ બદલવાની અરજી કરી શકો છો. તમે ઓનલાઇન પણ એડ્રેસ બદલી શકો છો.

જાણો ઓનલાઈન આધાર એડ્રેસ કેવી રીતે બદલી શકાય.
UIDAIની અધિકૃત વેબસાઈટ https://uidai.gov.in/ પર જઈ ત્યાં My Adhaar ટેબ પર જાવ. પેજ ડાઉન કરી બીજા ટેબ Update Your Adhaar માં જાવ અને ડ્રોપડાઉનમાં ત્રીજો વિકલ્પ Update your address online સિલેક્ટ કરો. ક્લિક કરતા સાથે જ નવું પેજ ખૂલશે. અહીં Proceed to Update Address પર ક્લિક કરો. ફરી એક નવું પેજ ખૂલશે.

માંગેલ માહિતી ભરી Send OTP પર ક્લિક કરો. આધાર રજિસ્ટર્ડ નંબર પર એક ઓટીપી આવશે. એ ઓટીપી નીચે Enter OTP/TOTP ની નીચે 6 અંકનો OTP નાંખો અને Login પર ક્લિક કરો. આ પેજ પર Update Address via Address Proof, Update Address via Secred Code નો વિકલ્પ આપવામાં આવ્યો છે. એડ્રેસ પ્રૂફનો વિકલ્પ પસંદ કરવા પર નવું પેજ ખૂલશે. તેમાં તમારે એડ્રેસની વિગતો ભરવાની પહેશે. ત્યાર પછી યોગ્ય દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. બીજો ઓપ્શન એ લોકો માટે છે જે કોઈ સંબંધીનું એડ્રેસ પોતાના એડ્રેસમાં ઉમેરવા માંગે છે.

UIDAI તરફથી મોકલેલા કોડનો ઉપયોગ
તમે નવા વિકલ્પ પર ક્લિક કરીને આગળની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. ઓનલાઈન એપ્લિકેશન વેરિફિકેશન પછી આધાર પર એડ્રેસ બદલી નાંખવામાં આવશે. તમારા નવા એડ્રેસ પર પોસ્ટ દ્વારા આધાર આવી જશે. આપેલ સૂચના મુજબ મની લોન્ડ્રિંગ નિવારણ અધિનિયમમાં સંશોધન કરીને આ ફેરફાર કર્યા છે.
