કર્મચારી રાજ્ય વીમા નિગમ ( ESIC)એ બેરોજગારો માટે રાહત આપતી ઘોષણા કરી છે. હવે અટલ વીમિત વ્યક્તિ કલ્યાણ યોજના હેઠળ ઈએસઆઈસી સબસ્ક્રાઈબર્સને વધેલા બેરોજગારી ભથ્થાનો લાભ મળશે. સાથે જ યોગ્યતાના પ્રમાણોમાં પણ રાહત આપવામાં આવી છે. આ પગલું યોજના હેઠળ નોંધાયેલા એ કર્મચારીઓ માટે ભારે રાહત લાવ્યું છે, જેમણે લોકડાઉન દરમિયાન પોતાની નોકરી ગુમાવી છે. એવા લોકોને હવે ત્રણ મહિના સુધી સેલેરીની 50 ટકા રકમ આપવામાં આવશે. આ ફાયદો એ કર્મચારીઓને મળશે જેમની આ વર્ષે 24 માર્ચથી 31 ડિસેમ્બર વચ્ચે નોકરી ગઈ છે. ESIC બોર્ડના આ નિર્ણયથી ઔદ્યોગિક ક્ષેત્રે કામ કરતા લગભગ 40 લાખ લોકોને ફાયદો થશે. બોર્ડના અધિકારીઓના કહેવા મુજબ બોર્ડે હવે આ યોજનાને વધુ એક વર્ષ એટલે કે જુન 2021 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. બોર્ડે એમ પણ કહ્યું કે કોવિ઼-19ના કારણે રોજગાર ગુમાવનાર કર્મચારીઓ માટે પૂર્વ નિર્ધારિત શરતોમાં છૂટ આપવામાં આવી છે.

કેવી રીતે નોંધાવી શકશો ક્લેઈમ ?
ESCIએ કહ્યું કે ઈન્સ્યોર્ડ કર્મચારી સીધા સંગઠનની બ્રાંચ ઓફિસમાં ક્લેઈમ નાખી શકે છે. નવી શરતો મુજબ ક્લેઈમને જૂના નિયુક્ત અધિકારી સુધી મોકલવાના બદલે રાહત રાશિની ચૂકવણી સીધી ઈન્સ્યોર્ડ વ્યક્તિના બેંક ખાતામાં કરવામાં આવશે.
AMAZON એક લાખ લોકોને આપી રહી છે નોકરીઓ, એક કલાકના મળશે 1000થી પણ વધારે રૂપિયા

ઓનલાઈન ઓર્ડરમાં તોતિંગ વધારા સાથે એમેઝોન પોતાની કંપનીમાં 1,00,000 લોકોને કામ આપવાનું છે. નવી ભરતીઓ પાર્ટ ટાઈમ અને ફૂલ ટાઈમ એમ બંને પ્રકારની રહેશે. પેકિંગ, ઓર્ડરને શિપ કરવો અને ઓર્ડર સોર્ટ કરવા સહિતના કામ માટે કંપનીને માણસોની જરૂરત છે. અમેઝોન કંપનીનું શરૂઆતી પગાર ધોરણ 15 ડોલર પ્રતિ કલાક હોય છે. કોરોનાના કારણે ઓનલાઈન બિઝનેશ ફળીફૂલી રહ્યો છે. ગત સપ્તાહે પણ એમેઝોને જાહેરાત કરી હતી કે કોર્પોરેટ અને ટેક્નિકલ નોકરીઓ માટે તેમને 33,000 લોકોની જરૂરત છે. એમેઝોનના ગોડાઉનોની દેખરેખ કરતાં એલિસિયા બોલર ડેવિસે કહ્યું કે કંપની કેટલાક શહેરોમાં 1000 ડોલર સાઈન-ઈન બોનસ પણ ઓફર કરી રહ્યું છે.
આ કંપની 30,000 લોકોને આપી રહી છે નોકરી, તમે પણ કરી શકો છો ટ્રાય

ઈ-કોમ એક્સપ્રેસ આગામી થોડાક સપ્તાહમાં 30,000 લોકોને તહેવારની સિઝનમાં ટેમ્પરરી રોજગાર આપવાની યોજના બનાવી રહ્યું છે. ઈ-કોમ એક્સપ્રેસ સામાનોની ડિલિવરી સહિત લોજિસ્ટિક સગવડોનું કામ કરે છે. તહેવાર દરમિયાન વધતી માંગોને સરળતાથી પહોંચી વળવા નવા લોકોની ભરતીની યોજના કંપનીએ બનાવી છે. કોવિડ-19 પહેલા કંપનીમાં કર્મચારીઓની સંખ્યા 23,000 હતી થોડા સમય અગાઉ કંપનીએ વધુ 7500 નવા કર્મચારીઓની નિમણૂંક કરી છે. લોકો કોવિડ-19 વચ્ચે કરિયાણું, દવા, ઘરગથ્થું સામાન માટે ઈ-કોમર્સ તરફ વળી રહ્યા છે. ઈ-કોમર્સ એક્સપ્રેસના સિનિયર ઉપાધ્યક્ષ અને મુખ્ય એચઆર ઓફિસર સૌરભ દીપ સિંગલાએ જણાવ્યું કે રોગચાળાએ ઈ-કોમર્સને એક અલગ ધ્યેય પર લાવી દીધું છે, તહેવારો દરમિયાન ઈ-કોમર્સ ગ્રાહકોની માંગોને પહોંચી વળવા કંપની તૈયાર છે. એ માટે ભરતીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને 10 ઓક્ટોમ્બર સુધી એ ચાલુ રહેશે.
આ પણ વાંચો : મજૂરો મામલે બહાર આવ્યો રાહુલ ગાંધીનો શાયરાના અંદાજ, ‘ઉનકા મરના જમાનેને દેખા, એક મોદી સરકાર હે જિસે ખબર ના હુઈ’
