આજે સવારે સુરત માટે ગૌરવપૂર્ણ સમય રહ્યો છે. સુરત મેટ્રો ટ્રેન (Metro Train) પ્રોજેકટનું ભૂમિપુજન કરવામાં આવ્યું છે. આ સમયે સુરત (Surat) ખાતેના ડાયમંડ બુર્સ (Diamond Bourse) ખાતે આયોજીત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, સામાજિક ન્યાય અને અધિકારીતામંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર, આરોગ્યમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી, સાંસદ સર્વશ્રીમતિ દર્શનાબેન જરદોશ, સાંસદશ્રી સી.આર.પાટીલ, પ્રભુભાઈ વસાવા, ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે.
ફેઝ-1 શું હશે સ્થિતિ?
સુરત ડાયમંડ સીટી ખાતે મેટ્રો ટ્રેન પ્રોજેકટ કુલ રૂ.12020 કરોડના ખર્ચે સાકારિત થશે. જેમાં સુરત મેટ્રો પ્રોજેકટ ફેઝ-1 અંતર્ગત સરથાણાથી ડ્રીમ સીટી 21.61 કિ.મી. વિસ્તારમાં 20 જેટલા સ્ટેશનોનું નિર્માણ થશે. સરથાણાથી નેચર પાર્ક, વરાછા ચોપાટી ગાર્ડન, સ્વામિનારાયણ મંદિરના સ્ટેશનો એલીવેટેડ જયારે કાપોદ્રા થી લાભેશ્વર ચોક, સેન્ટ્રલ વેરહાઉસ, સુરત રેલ્વે સ્ટેશન, મસ્કતી હોસ્પિટલ, ચોકબજાર સુધીના અંડરગ્રાઉન્ડ સ્ટેશનો બનશે.
આગળ જતા કાદરશાની નાળ, મજુરાગેટ(ઈન્ટર કનેકટેડ સેન્ટર), રૂપાલી કેનાલ, અલથાણ ટેનામેન્ટ, વી.આઈ.પી. રોડ, વુમન આઈ.ટી.આઈ., ભીમરાડ, કન્વેન્શન સેન્ટર તથા ડ્રીમ સીટી સુધી એલીવેટેડ સ્ટેશનો રહેશે. કાપોદ્રા થી ગાંધીબાગ સુધીના 6.47 કિ.મી.ના છ જેટલા અન્ડર ગ્રાઉન્ડ સ્ટેશનો બનશે. જેમાં પ્રથમ ફેઝની ડ્રીમ સીટી ખજોદથી કાદરશાની નાળ સુધી 11.6 કિ.મી. માટે રૂ.779 કરોડનું ટેન્ડર મંજુર થયું છે જયરે કાપોદ્રાથી સુરત રેલ્વે સ્ટેશન સુધી 3.55 કિ.મી. સુધી રૂ. 1073 કરોડના ખર્ચે તથા રેલ્વે સ્ટેશનનાથી ચોકબજાર સુધી 3.46 કિ.મી. સુધી રૂ. 941 કરોડના ખર્ચે ટેન્ડરો મંજુર કરવામાં આવ્યા છે.
બીજા ફેઝમાં ક્યાં થશે કામ?
મેટ્રો ટ્રેનના બીજા ફેઝમાં ભેસાણથી સારોલી સુધીના 18.74 કિ.મી.ના વિસ્તારમાં 18 સ્ટેશનોનું નિર્માણ થશે. જેમાં ભેસાણ, બોટનિકલ ગાર્ડન, ઉગત વારીગૃહ, પાલનપુર રોડ, એલ.પી.સવાણી રોડ, પરફોર્મિંગ આર્ટ સેન્ટર, અડાજણ ગામ, એકવેરીયમ, બંદરીનારાયણ મંદિર, અઠવા ચોપાટી, મજુરાગેટ, ઉધના દરવાજા, કમેલા દરવાજા, આંજણા ફાર્મ, મોડલ ટાઉન, મગોબ, ભરત કેન્સર હોસ્પિટલથી સારોલી સુધી મેટ્રો ટ્રેનનું નિર્માણ થશે. મેટ્રો ટ્રેનનું નિર્માણ થવાથી લોકોને યાતાયાતની સગવડામાં વધારાની સાથે નિયત સમયમર્યાદામાં ગતવ્ય સ્થાનો પર પહોચી શકશે.
20 વર્ષની આતુરતાનો અંત
છેલ્લાં 20 વર્ષથી જેની રાહ જોવાતી હતી તે આ સુરતવાસીઓના ડ્રીમ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓનલાઇન કરવામાં આવ્યું છે. ત્યારે સુરતવાસીઓનાં સપનાને સાકર કરતા આ ડ્રીમ પ્રોજેક્ટનાં ખાતમુહૂર્ત અને પ્રથમ કોદાળી ડ્રીમ સિટીની અંદર ડાયમંડ બુર્સની ઇમારત નજીક બનનારા મેટ્રો સ્ટેશનની જગ્યા પર લાગશે. જેથી આ જગ્યા સુરતના વિકાસના ઇતિહાસમાં કાયમી યાદ બની રહેશે.
કેન્દ્ર સરકારે મંજૂર કરેલા ડીપીઆર મુજબ સુરત મેટ્રો રેલનો પ્રોજેક્ટ 12,114 કરોડના ખર્ચે સાકાર થનાર છે. કુલ 40.35 કિ.મી.ની મેટ્રો રેલ બનાવવા માટેનું આયોજન કરાયું છે. જેમાં એક ફેઇઝમાં સરથાણાથી ડ્રીમ સિટીનો 21.61 કિ.મી.નો રૂટ છે. જ્યારે બીજા રૂટમાં સારોલીથી ભેંસાણ છે. આ રૂટ 18.39 કિ.મી.નો હશે. હાલમાં જે પ્રથમ ફેઇઝના ત્રણ અલગ અલગ પાર્ટ કરીને ટેન્ડરો અપાયાં છે. તે માટે 30 માસનો સમયમર્યાદા નક્કી કરાઇ છે.
Copyright © 2020 News Aayog. All Rights Reserved Designed & Developed By: Jemistry Info Solutions LLP