ભારતમાં વધતા જતા કોરોના કેસને જોતા રાજ્યની તમામ શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે. આ અંગે આજે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યની સ્કૂલો ખોલવા મુદ્દે એક નિવેદન આપ્યું હતું. પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, હાલમાં સરકાર શાળાઓ ખોલવા માટે ઉતાવળ કરાવી નહિ અને જે સ્કૂલો વધુ ફી લઇ રહી છે તેની વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. હાલની પરિસ્થિતિને જોતા બાળકોની સ્વાસ્થ અને જીવન વધારે મહત્વનું છે.

ભુપેન્દ્રસિંહ ચુડાસમા જણાવ્યું હતું કે, કોરોના સંકટમાં પણ વિદ્યાર્થીઓનું શિક્ષણ બંધ રહ્યું નથી. વડાપ્રધાનના જણાવ્યા બાદ તરત જ ઓનલાઈન શિક્ષણની શરૂઆત કરી હતી. 22 માર્ચથી શરુ થયેલા વેકેશનમાં CRC, BRC, ડીપીઓ, ડીઓ દ્વારા વિદ્યાર્થીઓને તેમના વાલીના સ્માર્ટફોન દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવામાં આવ્યું છે. ત્યારબાદ 8 જૂનથી શાળા કાર્ય શરુ થયું પરંતુ, અમે વિદ્યાર્થીઓને બોલાવ્યા નથી ફક્ત શિક્ષકોને બોલાવ્યા છે. જેમાં, વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો પહોંચાડવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. જેમાં શિક્ષકોએ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. જેથી શિક્ષણ કાર્યમાં કોઈ અડચણ પેદા ન થાય. બીજા રાજ્યોમાં 15 સપ્ટેમ્બરથી શાળા કાર્ય શરુ થવાનું છે. તે માટે બાળકો માટે શું કરી શકાય તેની એક ટીમ બનાવી છે જેમાં, રાજ્યના 30 જેટલા તજજ્ઞોની મદદ લેવાઈ છે. જેમાં મનોચિકિત્સક પીડિયાટ્રિક વગેરેનો સમાવેશ થાય છે. આ તમામના વેબીનારમાં મંતવ્યો લીધા છે.
આ પણ વાંચો : AIIMS શરૂ કરશે આજથી COVAXINનું હ્યુમન ટ્રાયલ, આ રીતે કરાવી શકો છો રજીસ્ટ્રેશન
ગત ગુરુવારે 35 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરતા રાજ્યના કેળવણીકારોના મતે નક્કી કરવામાં આવ્યું છે કે, અત્યારે શાળા ખોલવાની ઉતાવળ ના કરવી, જયારે જનજીવન સામાન્ય થાય અને આરોગ્ય વિભાગની સલાહ સુચનબાદ શાળા ખોલવા બાબતનો નિર્ણય લેવાશે. કારણ કે બાળકનું જીવન અને સ્વાસ્થ્ય વધુ મહત્વનું છે, જેને ધ્યાનમાં લઈને નિર્ણય લેવામાં આવશે.
તે ઉપરાંત, તેમને ફી વધારા અંગે જણાવતા કહ્યું કે, અમને જ્યાં જ્યાં ફરિયાદ મળી છે ત્યાં DPO દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. સિલેબસ અંગે જણાવતા કહ્યું કે, રાજ્ય પાઠ્યપુસ્તકને અમે કામગીરી સોંપી છે. નવમા ધોરણના એટલો જ અભ્યાસક્રમ રાખવામાં આવે કે જે 10માં ધોરણમાં તેનો ઉપયોગમાં આવે. જેથી, શિક્ષણમાં 20થી 25 ટકા જેટલો જ અભ્યાસક્રમ રાખવાનો નિર્ણય લેવાયો છે. 1થી 8માં પણ કમિટીની રચના કરી છે, તેમાં શું રાખવું અને શું કાઢવું તે અંગે નિર્ણય લેવામાં આવશે.
