હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે ગેગરેપ કરી હત્યાના આરોપીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયાની સાથે જ ઉન્નાવની પીડિતાની પણ ઘટના સંસદમાં ગુંજી.
હૈદરાબાદમાં આરોપીઓ ના એન્કાઉન્ટરનો મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસે એક તરફથી સમર્થન કર્યું અને ઉન્નાવની ઘટનના ને લઇ સવાલો ઉભા કર્યા. લોકસભામાં કોંગ્રેસ લીડર અધીર રંજન ચૌધરી એ કહ્યું કે એક બાજુ હૈદરાબાદ માં ગેંગરેપના આરોપીઓને પોલીસ ભાગવા પર ગોળી થી ઉડાવી દે છે અને ઉન્નાવ માં જામીન આપી દેવામાં આવે છે.
એમણે કહ્યું, ‘એક બાજુ દેશમાં રામ મંદિર બની રહ્યું છે અને બીજી બાજુ સીતા માતા ને સળગાવવામાં આવી રહી છે. આ હાલ હિન્દુસ્તાનની વાસ્તવિકતા છે. આરોપીઓ આટલી તાકાત લાવે ક્યાંથી. આરોપીઓના જમીન પર છુટ્યાના 4 દિવસ પછી ઘટના ને અંજામ આપ્યું. આરોપીઓએ પીડિતાને આગ લગાવી દીધી. ભાગતા દોડતા મહિલાએ શરણ લીધી અને પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી
મીનાક્ષી લેખી બોલ્યા, પોલીસ પર હથિયારો સજાવવા માટે નથી
ત્યાર પછી બોલવા માટે ઉભી થયેલી દિલ્હી બીજેપીની સાંસદ મીનાક્ષી લેખીએ હૈદરાબાદ એન્કાઉન્ટર પર કહ્યું, ‘જૈસી કરની વૈસી ભરની.’ એમણે કહ્યું કે જો આરોપીઓ આવી રીતે ભાગશે તો પછી પોલીસને હથિયારો સજાવવા માટે નથી આપવામાં આવ્યા। હૈદરાબાદમાં સમગ્ર કાનૂની પ્રક્રિયાનું પાલન થયું છે, કેટલાક લોકો આના પર અવસરવાદી રાજનીતિ કહી રહ્યા છે. મને દુઃખ થાય છે કે હું દિલ્હીમાં રાહુ છું, પરંતુ દિલ્હી સરકાર ત્રણ વર્ષ સુધી એ ફાઈલ પર બેસી રહે છે.
પોલીસે શા માટે ન કર્યો બેલનો વિરોધ
ઉન્નાવમાં ગેંગરેપ પીડિતાને જીવતી સળગાવવાની કોશિશની ઘટના BSP સાંસદ દાનિશ અલીએ પણ ઉઠાવી. એમણે કહ્યું પોલીસે આ મામલામાં આરોપીઓની જામીનનો વિરોધ ન કર્યો હતો. એવું શા માટે કરવામાં આવ્યું.
