દેવામાં ડૂબેલ અનિલ અંબાણી(Anil Ambani)એ ત્રણ ચીની બેંકો(Chines bank) પાસે લોન મામલે પોતાની સંપત્તિને લઇ મોટો ખુલાસો કર્યો છે. શુક્રવારે બ્રિટનની અદાલત(UK Court)માં અનિલ અંબાણીએ જણાવ્યું કે એમની પાસે કોઈ મહત્વપૂર્ણ સંપત્તિ નથી. એનો ખર્ચ ઘણો ઓછો છે, જે પત્ની અને પરિવાર સંભાળે છે. આવકનું બીજું કોઈ માધ્યમ પણ નથી. તેઓ સાધારણ જીવન જીવી રહ્યા છે.
9.9 કરોડના ઝવેરાત વેચ્યા
અનિલ અંબાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે જાન્યુઆરીથી જૂન વચ્ચે તેમણે 9.9 કરોડ રૂપિયાના ઝવેરાત વેચ્યા હતા અને હવે તેમની પાસે એવું કંઈ બાકી નથી. જ્યારે લક્ઝરી કારોના કાફલા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, ‘આ બધી અફવાઓ મીડિયામાં આવી રહી છે. મારી પાસે ક્યારેય રોલ્સ રોયસ નહોતી. અત્યારે હું એક જ કારનો ઉપયોગ કરી રહ્યો છું.

શું છે મામલો
જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2020માં રિલાયન્સ કોમએ ત્રણ ચીની બેંકોથી $700 મિલિયનથી વધુની લીધી હતી, જેની પર્સનલ ગેરંટી અનિલ અંબાણીની હતી. કંપની હવે દેવામાં ડૂબી ગઈ છે તો બેંકોને વ્યાજ સાથે રકમ વસૂલવા માટે કેસ કર્યો હતો. લોકો આપવા વાળામાં ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કમર્શિયલ બેન્ક ઓફ ચાઈના લિમિટેડ(મુંબઈ બ્રાન્ચ), ચાઈના ડેવલપમેન્ટ અને એક્ઝિમ બેન્ક ઓફ ચાઈના છે.
સંપત્તિ ઘોષિત કરવાનો આદેશ
22 મે 2020ના રોજ લંડનની હાઈકોર્ટના જજ Nigelએ ચુકાદો આપ્યો કે, અનિલ અંબાણી તરફથી 12 જૂન સુધી ત્રણ ચીની બેન્કોને $7.17 મિલિયનની ચુકવણી કરવામાં આવે. પરંતુ નક્કી સમય પર ચુકવણી ન કરતા બેન્કોએ સંપત્તિ ઘોષિત કરવાની માંગ કરી હતી. કોર્ટે અનિલ અંબાણીને 29 જૂને દુનિયામાં ફેલાયેલી સંપત્તિ ઘોષિત કરવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો : સંસદ સત્ર- 10 દિવસમાં 25 ખરડા પસાર, અનેક વિક્રમો
બંને પાર્ટીઓની સ્પષ્ટતા
એમની એફિડેવિટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, એ સંપત્તિમાં એકની સંપૂર્ણ ભાગીદારી છે અથવા તેઓ કોઈ સાથે સંયુક્ત ભાગીદાર છે. તો બીજી બાજુ ત્રણ ચીની બેન્કોએ સ્પષ્ટ કર્યું છે કે અંબાણી વિરુદ્ધ તેઓ બાકી બધા કાનૂની વિકલ્પોનો ઉપયોગ કરશે.
આ પણ વાંચો : ઓનલાઈન શોપિંગ માટે ભારતીયો સૌથી વધુ સકારાત્મક
