હાલમાં એકબીજુ કોરોનાના વધતા કેસ છે તો બીજી બાજુ કોરોનાના કારણે લોકોની કફોડી હાલત. કોરોના સંક્રમણના કારણે ઘણા દિવસો સુધી ઉધોગ-ધંધા અને કામો બંધ હતા. જેના કારણે લોકોની આર્થિક સ્થિતિ ખરાબ થઇ છે. એ વચ્ચે છેતરપિંડી જેવા ગુનાઓ વધી રહયા છે. ICICI બેંકમાં ગોલ્ડ લોનનો વિશ્વાસઘાત, ઠગાઈ અને છેતરપિંડીના ગુના સામે આવ્યા છે. એક નહીં 22-22 વ્યક્તિ સામે ગુનાઓની ફરિયાદ નોંધાતા ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. જોકે 18 કેસમાં સોનાના નામે ઠગાઈ થતી હોય ત્યારે બેંકની ચેકીંગ સિસ્ટમ સામે પણ સ્વભાવિક સવાલો ઊભા થાય છે. વધુ તપાસ પોલીસ કરી રહી છે.
શુ છે સમગ્ર મામલો ?

માહિતી અનુસાર 15 ઓક્ટોબરે ધીરજભાઈ અંટાળા (ICICI બેન્ક મેનેજર)એ ફરિયાદ નોંધાવી હતી. જે અનુસાર આરોપીઓએ એક-બીજાના રેફરન્સથી અને એક-બીજાને સાથે મળીને જુદી-જુદી 41 વખત ગોલ્ડ લોન મેળવી. જે તમામ ગોલ્ડ લોનમાં રજૂ કર્યુ હતા. એ તમામ દાગીનાઓ મિશ્ર ધાતુના છે અને ઉપરથી સોનાનું પરત ચડાવી છે. કુલ 11,968.62 ગ્રામના દાગીના ઉપર કુલ 2,55,53,100 (બે કરોડ પંચાવન લાખ ત્રેપન હાજર એકસો)ની ગોલ્ડ લોન મેળવી હતી. આ ઘટના ICICI બેંકની મોટા વરાછા, ઉત્રાણ, યોગીચોક, સરથાણા અને પીપલોદ જગ્યાની શાખા સાથે મળીને આ આરોપીઓએ કાવતરૂ રચ્યું હતું.
આ ગુન્હામાં સામેલ આરોપીઓના નામ
- મનોજભાઈ રણછોડભાઈ ભાંડેરી
- જગદીશભાઈ રણછોડભાઈ બાબરીયા
- હીનાબેન જગદીશભાઈ બાબરીયા
- પ્રશાંત ચંદુભાઈ જોશી
- ચેતનાબેન ભરતભાઈ ઉસદડીયા
- કેતનકુમાર નટવરભાઈ પટેલ
- રામજીભાઈ જયંતિભાઈ માવાણી
- દલસુખ ગોવિંદભાઈ સોજીત્રા
- હિરેન ડાયાભાઇ ઉંધાડ
- રાજેશ મનુભાઈ મકાણી
- 11.પ્રફુલ ઉકાભાઇ દેસાઈ
- હાર્દિક ગોરધનભાઈ બાંભરોલિયા
- અલ્પેશ નાનજીભાઈ પાનસેરીયા
- હમીરભાઇ દાનાભાઇ ખભાલીયા
- હરેશ માધુભાઈ દુધાત
- નલીનકુમાર દેવશીભાઇ પાનસુરીયા
- પરેશ ડાયાભાઇ વીરાણી
- આનંદભાઈ દલાભાઈ રબારી
- હરેશભાઇ રામજી પટેલ
- ડાયાભાઇ રામજીભાઈ વીરાણી
- અશોક માધવજીભાઈ વાજા
- સુરેશભાઈ નરસીભાઇ પાનસરા
આ પણ વાંચો : જાણો કોની સ્મૃતિમાં લોન્ચ થયો 75 રૂપિયાનો સિક્કો
