સુરત: ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ એન્ડ રેમેડીઝ દ્વારા વિદેશથી આયાત થતાં પોલીએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગુ કરવાની નાણાં મંત્રાલયને કરેલી ભલામણને 45 દિવસ પૂરા થતાં કેન્દ્રના ટેક્સટાઈલ સેક્રેટરી ઉપેન્દ્ર પ્રસાદ સિંઘે યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં સુરત, માલેગાંવ, ભીવંડી અને ઈચલકરંજીનાં વિવિંગ સંગઠનો, ફિઆસ્વી અને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓને તાર્કિક સવાલ કર્યો હતો કે, પોલીએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી શા માટે નહીં હોવી જોઈએ ?
જેથી ડ્યૂટી ન લાગે એ માટે કેન્દ્રના નાણામંત્રીને સાચી સ્થિતિનો ચિતાર આપી શકાય તેના પ્રત્યુત્તરમાં ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધીએ ડેટા સાથે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, પોલીએસ્ટર સ્પર્ન યાર્ન એ કપડું બનાવવા માટેનું કી રો મટિરિયલ છે. ભારત સરકાર દ્વારા વર્ષ ર૦ર૧–રરના બજેટમાં જ નાણામંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ટેક્સટાઇલ ફેબ્રિક બનાવતાં એકમો દ્વારા વપરાતા કી રો મટિરિયલ ઉપર કોઇપણ પ્રકારની એન્ટી ડમ્પિંગ ડ્યૂટી નહીં લાગવી જોઇએ તથા ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા પણ તેઓના ડ્રાફ્ટ પોલિસી-ર૦ર૦માં જણાવેલી નીતિ પ્રમાણે વિવિંગ અને નિટિંગ ક્ષેત્રે વપરાતા રો મટિરિયલ ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી નહીં લગાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગશે તો ભારતમાં બનતું કપડું મોંઘું થશે.

સુરત સહિત વિવિંગ ઉદ્યોગે કેન્દ્રના ટેક્સટાઈલ મંત્રી પીયૂષ ગોયલ અને દર્શના જરદોશને રજૂઆત કરી છે કે ચીન, ઈન્ડોનેશિયા અને વિયેટનામથી ઈમ્પોર્ટ થતાં પોલિએસ્ટર સ્પર્ન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગુ કરવી ન જોઈએ. વિવર્સ અગ્રણી મયૂર ગોળવાલાએ ટેક્સટાઇલ સેક્રેટરીને જણાવ્યું હતું કે, ડીજીટીઆર દ્વારા એન્ટી ડમ્પિંગ ડ્યૂટીના ઇન્વેસ્ટિગેશનમાં જે પ્રોડક્ટ અન્ડર કન્સિડરેશન (પીયુસી)નું ભારતમાં કુલ ઉત્પાદનના આંકડા તથા આ જ પીયુસીના ટેક્સટાઇલ કમિશનર દ્વારા ડીજીટીઆરને આપેલા આંકડામાં ૪પથી પ૦ ટકા જેટલો તફાવત છે.
એન્ટી ડમ્પિંગ ડ્યૂટી ઇન્વેસ્ટિગેશનના કાયદા મુજબ, કોઇપણ પ્રોડક્ટ ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યૂટીનું ઇન્વેસ્ટિગેશન ત્યારે જ ચાલુ કરી શકાય કે જ્યારે એ પ્રોડક્ટની આયાત સંબંધિત દેશોમાંથી ભારતમાં એ જ પ્રોડકટના કુલ વપરાશની સામે ર૦ ટકા અથવા તેથી વધુ હોય. ટેકસટાઇલ કમિશનર ઓફિસ દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ પિરીયડ ઓફ ઇન્વેસ્ટિગેશન દરમિયાન પોલીએસ્ટર સ્પર્ન યાર્નનું ભારતમાં કુલ ઉત્પાદન ૪,૦૮,ર૭૦ ટન હતું. એની સામે એ વર્ષે પોલીએસ્ટર સ્પર્ન યાર્નનું સંબંધિત દેશોમાંથી આયાત પ૧,પ૯૧ ટન થયું હતું,