બ્રુકિંગ્સ ઈન્સ્ટીટ્યૂટના રિપોર્ટ પ્રમાણે, છોકરીઓના શિક્ષણ અને જન્મદર વચ્ચે ઘણો ગાઢ સંબંધ છે. શિક્ષણથી છોકરીઓમાં પિરાવર નિયોજનની સમજ આવે છે. તેમને બાળ લગ્ન અને નાની વયે માતા બનવાથી પણ બચાવી શકાશે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના વર્લ્ડ પોપ્યુલેશન એન્ડ હ્યુમન કેપિટલ ઈન ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરીમા કરવામાં આવેલી સ્ટડી પ્રમાણે જો દરેક છોકરી અને છોકરાને ધોરણ-10 સુધી ફરજિયાત પણ ભણાવવામાં આવે તો 2050માં દુનિયામાં વસ્તી 150 કરોડ જેટલી ઓછી જોવા મળશે. યુએનના રિપોર્ટ પ્રમાણે 2050માં દુનિયાની કુલ વસ્તી 980 કરોડ હશે.

આફ્રિકામાં મહિલા શિક્ષણની સુવિધા ઘણી ઓછી છે. ત્યાં દરેક મહિલા આશરે 5 બાળકોને જન્મ આપે છે. જ્યારે જે દેશમાં છોકરીઓને 10 ધોરણ સુધીનું ભણતર મળે ત્યાં આ દર એક મહિલાએ 2 બાળકોને જન્મ આપવાનો છે.
આ જ ટ્રેન્ડ ભારતમાં છે. સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમના તાજા રિપોર્ટ પ્રમાણે 1000 પર સૌથી ઓછો જન્મદર 13.9 છે. તમિલનાડુમાં જન્મદર 14.7 છે. આ રાજ્યની છોકરીઓ શિક્ષણમાં પણ આગળ છે. 2011માં થયેલી ગણતરી પ્રમાણે છોકરીઓના શિક્ષણમાં રાજસ્થાન, બિહાર અને ઉત્તરપ્રદેશ સૌથી પાછળ છે.
