1 ફેબ્રુઆરીએ દેશનું સામાન્ય બજેટ સરકાર રજુ કરશે. દેશમાં હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે તેવામાં બજેટને લઇ બજારો આશા વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે જો સરકાર ડાયમંડ ઉધોગની આશા પુરી કરેતો આ ઉધોગ ફરી તેની ચમકમાં આવી શકે છે. વિશ્વમાં 100 માંથી 90 હીરા સુરતમાં તૈયાર થાય છે.
ડાયમંડ ઉદ્યોગે સરકારે પાસે ઘણી માંગો મૂકી છે સરકાર પાસે નાના ઉદ્યોગોની રોજગારી, ગોલ્ડના એક્સપોર્ટ પર ડ્યુટી ઘટાડવી અને જોબ પોલિસી જેવી અનેક માંગ ડાયમંડ ઉદ્યોગ દ્વારા સરકાર પાસે વર્ષોથી મુકવામાં આવી છે

ડાયમંડ ઉદ્યોગની માંગો
બ્રોકર ડાયમંડ પર સરકાર દ્વારા 7.5 ટકા ડ્યુટી લગાવામાં આવી છે તે સરકારે 2.5 ટકા કરવી જોઈએ જેથી નવી રોજગારી તક મળે.
સરકાર ગોલ્ડ પર લગાવેલ 12.5 ટકા ડ્યુટી ને લઇ વેપારીને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સરકારે પર 4 ટકા ડ્યુટી કરવી.
બીજી તરફ જોબવર્ક પોલિસી સરકારે બનાવી જોઈએ, બહારના દેશના વેપારીઓ અહીંયા જોબવર્ક કરાવી શકતા નથી. સરકાર આ પોલીસી બદલે તો બેરોજગારીના પ્રમાણમાં ઘટાડો થાય.
સરકાર દ્વારા આ પોલિસી ACZD પણ લાગુ કરવી જોઈએ જેથી આ ઉધોગ વધુ ફાયદો થાય
માઇનરો માલ લઈને આવે છે પણ વેચી શકતા નથી જેથી ટર્ન ઓવર ટેક્સ પોલિસી બદલવી જોઈએ.
કામ કરતા રત્ન કલાકારો માટે અલગ અલગ સ્કીમ છે તેની સરકારે સગવડ કરવી જોઈએ
નાના એકમને લોન મળી રહે તે દિશામાં નીતિ બનાવી જોઈએ
નાના એકમોને રો મટીરીયલ સરળતાથી મળી રહે અને તે પણ સસ્તા ભાવે મળે તેવું આયોજન કરવું જોઈએ
ડાયમંડ ઉધોગ માં કામ કરતા કર્મચારી માટે હાઉસિંગ સ્કીમ અને વેલ્ફેર સ્કીમ સરકારે ત્યાર કરવી જોઈએ
ટર્ન ઓવર ટેક્સ અને પ્રિઝમિટીવ ટેક્સમાં બદલાવ લાવો જોઈએ જેને લઇને ઉધોગમાંથી ઓછામાં ઓછો ટેક્સ જાય
સરકારે આ ઉધોગને લોન માટે મદદ કરવી જોઈએ કારણકે બેંક દ્વારા લોન મળતી નથી તેથી તેઓએ પ્રાઇવેટ ફાઇનાન્સ પાસે લોન લેવી પડે છે
પ્રાઇવેટ ફાઇનાન્સમાં મોટા વ્યાજ ને લઇને તેમની કમાણી વ્યાજમાં પુરી થઇ જાય છે જેને લઇને નાના એકમો મુશ્કેલીમાં મૂકાય છે.
