લોકડાઉનના કારણે દેશની ઈકોનોમી મંદ પડી ગઈ છે. આવી પરિસ્થિતિમાં સામાન્ય લોકો પર બોજ ન પડે માટે આરબીઆઇ તરફથી ઘણા મોટા એલનો કરવમાં આવ્યા છે. ઉદાહરણ તરીકે રેપો રેતમાં ઘટાડો અને ઇએમઆઇનો બોજ ઓછો કરવાની કોશિશ કરી છે. ત્યાં જ બેન્કોને દર મહિને ઇએમઆઇ અભરનારા ગ્રાહકો માટે પણ રાહતના સંકેત મળ્યા છે.
EMI પર 3 માસની રાહત આપવાની સલાહ

આરબીઆઇએ બેન્કોને દર મહિને લોન ભરતા લોકોને 3 માસની રાહત આપવાની સલાહ આપી છે. હવે બેન્કોએ નક્કી કરવાનું છે કે સામાન્ય લોકોને ઇએમઆઇ પર છુટ આપવી કે નહિ. જો બેન્કોએ આરબીઆઇની સલાહ માની તો 3 માસ સુધી લોનની ઇએમઆઇ નહિ ભરવી પડે. એનો મતલબ એ નથી કે આ સમયની ઇએમઆઇ માફ કરી દીધી.
શુ સામાન્ય લોકો પર અચાનક ઇએમઆઇનો બોજ વધી જશે ?

જાણકારો અનુસાર બેન્ક 3 માસનો સમય પૂરો થયા પછી વસૂલી કરશે. એવામાં સવાલ ઉભા થાય છે કે આ ત્રણ માસ પછી સામાન્ય લોકો પર અચાનક ઇએમઆઇનો બોજ વધી જશે. આ સવલના જવાબમાં ફાઇનાન્સિયલ પ્લાનર ટોરાશ ભાટિયાએ જણાવ્યું કે એવું નહિ થાય.
મહિના વધારવાનો વિકલ્પ પણ મળી શકે

બની શકે છે કે બેન્ક તમારો માસિક હપ્તો વધારી શકે. એ ઉપરાંત તમારા ટેન્યોરના કેટલાક મહિના વધારવાનો વિકલ્પ પણ મળી શકે છે. ત્યાં જ ગ્રાહકોની સામે બેન્ક એક ખાસ ટાઈમલાઈન સુધી વન ટાઈમ સેટલમેન્ટનો વિકલ પણ મૂકી શકે છે. એ ડેડલાઈન 6થી 9 મહિનાની હોઈ શકે છે. મતલબ એ છે કે તમારે એક ખાસ સમય એક સાથે પેમેન્ટ કરવું પડી શકે છે.
જણાવી દઈએ કે બેન્કોએ નક્કી કરવાનું છે કે લોન પર ઈએમઆઈની છૂટ આપવી કે નહિ, મતલબ આ રિટેલ, કમર્શિયલ અથવા અન્ય લોન લેવા વાળા લોકો માટે હજુ પણ એક પ્રકારનું કન્ફ્યુઝન જ છે.
આ પણ વાંચો : શહેરોમાં 10 દિવસ ચાલે એટલો જ સર્જિકલ સાધનોનો સ્ટોક, પછી શું થશે ?
