આજે સ્માર્ટફોન્સ આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયા છે. મોબાઈલ ફોન્સ આપણા માટે અતિ જરૂરિયાતવાળી વસ્તુ બની ગઈ છે. આજની દુનિયામાં ભાગ્યેજ કોઈ વ્યક્તિ હશે જે બહાર જાતિ વખતે પોતાનો મોબાઈલ ઘરે મૂકીને જતો હશે. આપણે સ્માર્ટફોનને સતત સાથે રાખીએ છીએ. તેમજ આપણે ઘણીવાર સ્માર્ટફોન્સને એવી જગ્યાએ મૂકીએ છીએ. જેનાથી આપણને અનેક ગંભીર બિમારીઓ થઇ શકે છે.
પેન્ટના પાછળના ખિસ્સામાં
ક્યારેય પણ ફોનને પેન્ટની પાછળવાળા ખિસ્સામાં મૂકવો જોઈએ નહીં. આમ કરવાથી રેડિએશનનો ખતરો વધી જાય છે. જેના કારણે પગમાં દુખાવો રહી શકે છે.
શર્ટના ખિસ્સામાં
કેટલાક રિપોર્ટ અનુસાર શર્ટના ખિસ્સામાં સ્માર્ટફોન રાખવાથી હદયને નુકશાન પહોંચી શકે છે. સ્માર્ટફોનમાંથી નીકળતા રેડિએશનના કારણે હદયને અસર થઇ શકે છે. આ જ કારણે યોગ્ય છે કે તમે સ્માર્ટફોનને કોઈ પર્સમાં રાખો.
રસોડામાં સ્માર્ટફોન મૂકવો.
મહિલાઓ સંપૂર્ણ દિવસ કંઈક ને કંઈક કામ કરતી હોવાથી મહિલાઓને ફોન રસોડામાં કે પછી ગેસ સ્ટોવની પાસે રાખવાની આદત હોય છે. પણ આ કારણે બેટરી બ્લાસ્ટ થવાનો રિસ્ક વધી જાય છે. તે જ નહી પણ અનેક વાર ફોન ફાટવાની ઘટના પણ બને છે. એટલે જ સ્માર્ટફોનનો ગરમ કે સ્ટોવની આસપાસ રાખવું બિલકુલ યોગ્ય નથી.
બાળકોએ યુઝ કરવો સ્માર્ટફોન
હાલમાં બધા જ બાળકો સ્માર્ટફોનમાં ગેમ તો રામે છે. પણ બાળકોને કલાકો સુધી સ્માર્ટફોન રમવા માટે આપવો એ યોગ્ય નથી. કારણ કે અનેક રિસર્ચમાં સામે આવ્યું છે કે જે બાળકો વધુ સ્માર્ટફોનનો ઉપયૉગ કરે છે એમને હાઇપરએક્ટિવિટી અને ડિફિસિટ ડિસઓર્ડર જેવી ગંભીર બિમારીઓ થઇ શકે છે.
