ગુજરાતમાં 1 નવેમ્બરથી નવા ટ્રાફિક નિયમો લાગુ થઇ ગયા છે અને આ નિયમોને લઇ તંત્ર પણ કડક રીતે એનો અમલ કરી રહ્યું છે સમગ્ર ગુજરાતમાં આ નિયમોને લઇ ટ્રાફિક પોલીસ તહેનાત કરવામાં આવી છે. હવે ટ્રાફિક પોલીસ દ્વારા ઈયરફોન લગાવી ચલાવતા વાહનચાલકોની પણ પોલીસ અટકાયત કરશે પરંતુ તેનો કોઈ દંડ વસુલવામાં આવશે નહિ આ માત્ર તમારી જાગૃતતા માટે લેવામાં આવેલું પગલું છે

લોકો ઈયર ફોન નાખી વાહન ચલાવતા હોય છે ઈયર ફોન દ્વારા મ્યુઝિક સાંભળી ગાડી ચલાવે છે. જેથી તેઓને બહારનું કે પાછળથી આવતી ગાડીનો હોર્ન સાંભળો નથી. જે વધારે અકસ્માતોનું કારણ બને છે. માટે હવે તંત્ર દ્વારા ઈયરફોન નાખી ગાડી ચલાવતા પાસે દંડ વસુલવામાં આવી રહ્યો છે.
નવા ટ્રાફિક નિયમ અનુસાર બધા ટ્રાફ્રિક જંકશન પર ટ્રાફિક પોલીસની સંખ્યા વધારી દેવામાં આવી છે. ટ્રાફિક પોલીસ સાથે ટ્રાફિક બ્રિગેડ જવાનો પણ તહેનાત કરવામાં આવ્યા છે. આ ડ્રાઇવ માત્ર કાયદાનું પાલન કરાવવા માટે કરાશે, તે દરમિયાન કોઈ દંડ લેવાનો નથી, પરંતુ વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ જોખમી સાબિત થઇ શકે છે તેવી વાહનચાલકોમાં અવેરનેસ આવે તે માટે પોલીસ દ્વારા તેમને સમજાવવામાં આવશે.
