કોરોના વાયરસ સામે લડવા ગઈકાલે સમગ્ર દેશમાં સરકારે જનતા કર્ફ્યુ લગાવ્યો હતો. એવામાં સામાન્ય જનતા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સેલિબ્રિટી પણ સમય પસાર કર્યો. ત્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ ઘરે બેસી એક સારો ઉપાય શોધી કાઢ્યો અને એમાં એમની સાથે સેલિબ્રિટી સહીત બધા લોકો પણ જોડાયા અને અંતાક્ષરી રમવાનું શરુ કરી દીધું.
સ્મૃતિ ઈરાનીએ લખ્યુ હતુ કે, “130 કરોડ લોકોનો આપણો પરિવાર છે એટલે નક્કી કરવુ મુશ્કેલ છે કે કોણ કયુ ગાયન ગાશે..એટલે તમને ગમે તે ગાયન ટ્વિટ કરો”
લોકોને પણ આ આઈડિયા ગમ્યો અને તેમની સાથે લોકો પણ જોડાયા અને એકતાકપૂરે પણ આ અંતાક્ષરીમાં ભાગ લીધો। સામાન્ય લોકો પણ ગીતની પંક્તિઓ જવાબમાં ટ્વિટ કરી રહ્યા છે તો કેટલાક લોકો ગીત ગાઈને તેનો વિડિયો ટ્વિટ કરી રરે પણ આ હ્યા છે.હાલમાં ટ્વિટર પર #TwitterAntakshari ટ્રેન્ડિંગમાં છે.
આ પણ વાંચો : અમદાવાદના ગઈકાલના વીડિયો પર આજે લેવામાં આવી એક્શન, 19 વિરૂધ્ધ ફરિયાદ
