આવતી કાલથી ઉત્તરાયણને લઇ પતંગ રસિકોએ પતંગ ચગાવવાની તૈયારી કરી લીધી છે. પતંગ ચગાવવા સાથે પતંગ લૂંટવાની પણ મજા માળે છે. પરંતુ જો તમારો પતંગ ન ઉડતો હોય કે પહેલી વખત પતંગ ચગાવતા છો કે પછી પતંગ ચગાવતા આવડતું જ નથી. તો તમારા માટે આ ગણિત ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. પતંગ ચગાવવાનું આ ગણિત તમને આવડી જશે તો તમારો પતંગ ઊંચાઈએ પહોંચી જશે.

ઘણા લોકો છે જેમને પતંગ ચગાવવાનું ગમે છે પરંતુ આવડતું નથી. ત્યારે અમદાવાદના એક પતંગ રસિક મુકેશભાઈએ પતંગ ચગાવવાની પદ્ધતિ શોધી કાઢી છે. મુકેશભાઈએ તૈયાર કરેલ પતંગ ચગાવવાનું ગણિત જો તમને આવડી જશે તો તમે સરળતાથી પતંગ ચગાવી શકશો. પતંગ સારી ચગાવવા માટે સૌથી મહત્વની છે તેની કિન્ના. એટલે જ મુકેશભાઈ પતંગની કિન્ના બાંધવા માટેના માપ શોધી કાઢ્યા છે.

પતંગની કિન્નાનુ માપ
શૂન્ય-શૂન્ય, શૂન્ય-સવા, સવા દોઢ અને જો પહેલી વાર પતંગ ચગાવનાર માટે શૂન્ય-શૂન્ય અને પતંગને ઉપર સુધી પહોંચાડવી હોય તો શૂન્ય-સવા અને સવા-દોઢ. અને પતંગ કપાઈ જાય ત્યારે દોરી લપેટવા માટે ની રીત પણ તેમણે વિકસાવી છે. દોરી લપેટવા સાઈકલને ઉંધી રાખી ફીરકીનો એક છેડો પાછલા ટાયરને અડાડી રાખે તો જેમ ટાયર ફરે છે તેમ ફીરકી ફરે છે અને દોરી લપેટાય જાય છે.
દોરીના તારની ચકાસણી

મુકેશભાઈએ દોરી કેટલા તારની છે તે જાણવાની પણ ટેકનીક વિકસાવી છે. તેમનું કહેવું છે કે દોરીના બંને છેડા પાણીમાં પલાળી દઈ તે બંને છેડા પાસે ગાંઠ લગાવી દેવાની. અને પછી તે દોરીનો એક છેડો દાંત વચ્ચે દબાવી અને બીજા છેડાને હાથમાં ફીટ પકડી રાખી આંગળી વડે તે દોરીને ઝણઝણાટી આપવાથી ગાંઠ પાસેના બંને છેડાના તાર છૂટા પડી જશે અને દોરી કેટલા તારની છે તે ખબર પડી જશે. આ ટેકનીકથી ખબર પડી જશે કે દોરી 6 તારની છે, 9 તારની છે કે 12 તારની.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.