દેશમાં કોરોના વાયરસ(Corona virus)ના કેસોનો સતત વધારો થઇ રહ્યો છે. એક દિવસમાં 1 લાખ નજીક કેસ સામે આવી રહ્યા છે. તેવામાં કોરોનાથી બચવા માટે માસ્ક સૌથી જરૂરી સાબિત થઇ રહ્યું છે. ત્યારે માસ્ક પહેરતા કેટલીક ભૂલો છે જે ન કરવી જોઈએ. કારણ કે લોકો માસ્ક પહેરવામાં ઘણી ભૂલો કરે છે જેથી સંક્રમણનો ખતરો વધે છે. તો આ અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)એ એક વીડિયો જાહેર કર્યો છે
WHOના વિડીયોમાં જારી કરેલ મુખ્ય વાતો
- કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા ઢીલું માસ્ક ન પહેરો કારણ કે તેમનાથી સંક્રમણનો ખતરો વધે છે.
- મોટા ભાગના લોકો માસ્કને નાકની નીચે કરીને રાખે છે. જેથી ખતરો વધુ રહે છે માટે માસ્કથી મોઢું અને નાકને સારી રીતે કવર થવું જોઈએ
- અનેક લોકો વાત કરતી સમયે માસ્કને ઉતારી દેતા હોય છે જે ન કરવું જોઈએ, તેમજ માસ્કને પહેર્યા પહેલા કે પછી વારેઘડી ન અડો
- જો તમે પરિવારમાં એકબીજાનું માસ્ક પહેરો છો તો આ ભૂલ તમને ભારે પડી શકે છે. એક બીજાનું માસ્ક પહેરવું ખતરાથી ખાલી નથી
આ પણ વાંચો : IPL 2020માં 8 ટીમની કમાન સંભાળનાર ખેલાડીઓને કેટલો પગાર મળે છે ?
