ઓનલાઇન શોપિંગ દરમિયાન ઘણા એક્સપિરિયન્સ થતા રહે છે. સામાનની અદલા-બદલી પણ થઇ જાય છે. ત્યારે ઘણી વખત ડબ્બામાં લોકોને પથ્થર પણ મળી જાય છે. પરંતું એક વ્યક્તિ સાથે એવું થયું કે જાણી તમે પણ ખુશ થઇ જશો. ગૌતમ નામના વ્યક્તિને 300 રૂપિયાના સામાનની જગ્યાએ 19 હજારના એરબડ્સ મળી ગયા। અને એમેઝોન એને પરત પણ નથી લઇ રહ્યું.
એમેઝોન તરફથી મળ્યો આ જવાબ
ગૌતમે ટ્વિટર પર ફોટો શેર કરતા લખ્યું કે, ‘300 રૂપિયાનું સ્ક્રીન લોશન મંગાવ્યું હતું. પરંતુ એની જગ્યાએ બોસ કંપનીના એરબડ્સ મળ્યા, એની કિંમત 19 હજાર રૂપિયા છે. એમેઝોન સપોર્ટ હવે કહી રહ્યું છે કે એને હું રાખી લઉં કારણ કે આઈટમ નોન-રિફંડેબલ(જેને પછી ન આપી શકાય) છે
લોકોએ પોતાના એક્સપિરિયન્સ શેર કર્યા
આ ટ્વીટ પછી લોકોએ પોતાના એક્સપિરિયન્સ જણાવવાનાઉ શરુ કર્યું, એક એ લખ્યું, ‘અંદાજો લગાવો શું થયું। મેં ડેલ મોનિટર ઓર્ડર કર્યું હતું, જેની કિંમત 13 હજાર હતી .અને મને મળી કોલીનની બોટલ અને કચરો. અને હવે તેઓ કહી રહ્યા છે મારા પૈસા પાછા નહિ કરી શકે. એમેઝોન માત્ર પોતાના કસ્ટમરને બેવકૂફ બનાવવાની કોશિશ કરી રહ્યું છે. ઍમૅઝૉનનું બિઝનેસ મોડલ સામે આવી ગયુ.
એક યુઝરે લખ્યું, ‘મારી માં એ કેક સ્ટેન્ડ ઓર્ડર કર્યું અને એમને એનિમા મશીન મળ્યું’
એક યુઝરે પોતાનું બે વર્ષ જૂનું એક્સપિરિયન્સ શેર કર્યું જણાવ્યું કે એમણે આફ્ટરશેવ ક્રીમ મંગાવી હતી, તેની જગ્યાએ એને લિનોવો ટેબ-4 મળી ગયું હતું.
એવી જ રીતે ગૌતમના ટ્વીટ નીચે લોકો પોતાના એક્સપિરિયન્સ શેર કરી રહ્યા છે. કોઈનું સારું છે, કોઈનું ખરાબ, કોઈનું તો ખુબ જ ખરાબ
આ પણ વાંચો : તાપી જિલ્લાના કલાશિક્ષકે પોતાના ઘર પર કર્યું આદિવાસી શૈલી દ્વારા કોરોના વિષયે અદભુત ચિત્રાંકન
