આપણે ત્યાં પૈસા બચાવવા માટે પહેલેથી કહેવામાં આવે છે. સેવિંગ પહેલેથી કરવાનું શરૂ કરી દઈએ તો તેનો ફાયદો વધુ થશે. જો તમે રોજના 100 રૂપિયા પણ બચાવી લેશો તો માત્ર 15 વર્ષની અંદર તમે તમારા બાળક માટે 34 લાખ રૂપિયા ભેગા કરી શકો તેમ છો. મ્યુચ્યલ ફંડની અમુક સ્કીમમાં જો પૈસા રોકવામાં આવે તો તમે તમારા બાળકના ભવિષ્ય માટે પૈસા ભેગા કરી શકો છો.
મોટી બચતની સાથે જો નાની બચત પર પણ ધ્યાન આપવામાં આવે તો તમને ભવિષ્યમાં નાણાકીય પરેશાનીમાંથી છૂટકારો મળી શકે તેમ છે. તેના માટે પ્રોપર પ્લાનિંગની જરૂર છે. બજારમાં એવી ઘણી સ્કીમો છે, પરંતુ જો સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા મ્યુચ્યલ ફંડમાં રોકાણ કરવામાં આવે તો સારું રિટર્ન મળશે. ઘણા એવા ઈક્વિવીટી મ્યુચ્યલ ફંડ છે, જેને લોન્ચ કર્યા પછી અથવા છેલ્લા 15-20 વર્ષમાં 20 ટકા અથવા તેનાથી વધારે રિટર્ન મળ્યું છે. જો તમારામાં થોડી રિસ્ક લેવાની ક્ષમતા છે, તો આ તમારા માટે સારો વિકલ્પ છે. રોકાણને લાંબા સમય માટે રાખવામાં આવે તો માર્કેટના જોખમને પણ કવર કરી શકાય છે.

કેવી રીતે ભેગા કરશો પૈસા

તમારે તમારા બાળકના નામથી માત્ર રોજના 100 રૂપિયા એટલે કે મહિનાના 3000 રૂપિયાની SIP શરૂ કરવાની છે. આ રોકાણ 15 વર્ષ સુધી કરવાનું રહેશે. જો તમને વર્ષનું 20 ટકા રિટર્ન મળે છે તો 15 વર્ષમાં તમારું રોકાણ વધીને 34 લાખ રૂપિયા થઈ જશે. 15 વર્ષમાં તમે કુલ 5.40 લાખ રૂપિયા રોકશો, જે વધીને 34 લાખ રૂપિયા થઈ જશે. તેનો મતલબ એમ થયો કે તમને કુલ 28.60 લાખ રૂપિયાની વધારાની કમાણી થશે.

એકપર્ટ્સનું કહેવું છે કે તમે મ્યુચ્યલ ફંડમાં થોડું થોડું કરીને મોટુ ફંડ તૈયાર કરી શકો છો. મ્યુચ્યલ ફંડમાં રોકાણમાં રીસ્ક ઓછું હોય છે. મ્યુચ્યલ ફંડનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારા પૈસા અલગ અલગ કંપનીઓમાં રોકવામાં આવે છે. તેનો ફાયદો એ છે કે જો કોઈ એક કંપનીમાં તમારા પૈસા ડૂબી પણ જાએ તો બાકીની જગ્યાએથી લાભ મેળવી શકાય છે.

કેટલીક મ્યુચ્યલ ફંડ સ્કીમમાં રાકણકારોને 15 થી 20 ટકા સુધીનું વાર્ષિક રિટર્ન મળી શકે છે. સુંદરમ મિડકેપ ફંડમાં 25.64 ટકા, આદિત્ય બિરલા સન લાઈફ ઈક્વીટી ફંડમાં 18.80 ટકા જેટલું રિટર્ન મળે છે.
