દુનિયાભરમાં લાખો Whatsapp યુઝર્સ માટે ખરાબ ખબર છે. ફેસબુકના સ્વામિત્વ વાળી કંપની વોટ્સઅપએ બલ્ક મેસેજ મોકલનારા એકાઉન્ટ સામે મહત્વનો નિર્ણય લીધો છે વોટ્સએપે તેના બ્લોગમાં કહ્યું છે કે તે એવા વોટ્સએપ એકાઉન્ટને બંધ કરી દેશે જે ઘણાં બધાં મેસેજ મોકલશે.આ નિર્ણય હાલ માત્ર વોટ્સએપ બિઝનેસ પૂરતો છે.

કોઈ વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ બન્યાના 5 મિનિટની અંદર જ જો એ એકાઉન્ટ માંથી 15 સેકેન્ડની અંદર 100 મેસેજ મોકલવામાં આવે છે તો તે એકાઉન્ટ વિરુદ્ધ કાર્યવાહી થશે. તમારું એ એકાઉન્ટ વોટ્સએપ બંધ પણ કરી શકે છે. અને વધારે પડતા ગ્રુપ બનાવનારો વિરુદ્ધ પણ કાર્યવાહી થઇ શકે છે.

વોટ્સઅપ દ્વારા આ નિર્ણય સ્પેમ મેસેજોને રોકવા માટે લેવામાં આવ્યો છે અને વોટ્સએપ દ્વારા પહેલા પણ આવા એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે આ નિયમ 7 ડિસેમ્બરથી લાગુ થઇ ગયો છે.
