જો તમને કહું કે સિનેમાઘરો/મલ્ટીપ્લેક્સોમાં પોતાનું ખાવાનું અને પાણી લઇ જવા પર કોઈ પ્રતિબંધ નથી તો ?
આ એક FB પોસ્ટ છે. વિજય ગોપાલની. 7 ડિસેમ્બર ના રોજ પોસ્ટ કરવામાં આવી હતી. એના બીજા જ દિવસે એમણે વધુ એક પોસ્ટ કરી.
શું છે આ પોસ્ટ માં અને એ આપણા માટે કેમ જરૂરી છે
વિજય ગોપાલ હૈદરાબાદના છે. એક્ટિવિસ્ટ છે. એમણે એક આરટીઆઈ દાખલ કરી છે. હૈદરાબાદ પોલીસ કમિશનર, અંજની કુમારે જવાબ આપ્યો. સવાલ શું હતો એ છોડો, જવાબ જાણો.

‘સિનેમા રેગ્યુલેશન એક્ટ 1955′ અંતર્ગત સિનેમા હોલ, દર્શકો અથવા ગ્રાહકોને સ્નેક્સ બોક્સ અથવા પાણીની બોટલ અંદર લઇ જવા પર પ્રતિબંધ લગાવી શકે છે અને જો કોઈ સિનેમા હોલ અથવા મલ્ટીપ્લેક્સ એવું કરે છે તો એમના વિરુદ્ધ મેટ્રોલોજી વિભાગમાં ફરિયાદ નોંધાય શકે છે.’
એ ઉપરાંત કેટલીક વસ્તુઓના જવાબ મળ્યા છે, જે તમારે જાણવું જોઈએ. 3ડી ચશ્માં માટે સિનેમા હોલ એક્સ્ટ્રા ચાર્જ નહિ લઇ શકે. તમે જે ખાવાનું પીવાનું અંદરથી લેવો છો એનું બિલ મળવું જોઈએ.

જો કે પોલીસે આ જવાબ તેલંગાણા સ્ટેટના ‘સિનેમા રેગ્યુલેશન એક્ટ 1955’ ના આધાર પર બનાવીને આપ્યો. પરંતુ વિચારો તેલંગાણાને બન્યાના હજુ પુરા 6 વર્ષ ( 2 જૂન, 2014 ) પણ નથી થયા. મતલબ આ રૂલ સ્ટેટ બન્યા પહેલાનો હતો. એટલે પહેલા આ આંધ્રનો રહ્યો હશે અને તમારા રાજ્ય માં પણ આ કાટો આવો કોઈ રૂલ જરૂર હશે. જાણ કરો ?
તમે લોકો જ્યારે સિનેમા હોલની અંદર જાઓ છો ત્યારે સિક્યોરિટીના નામ પર તમારું લંચ બોક્સ પાણી ની બોટલ જમા કરી લેવામાં આવે છે. પછી તમારે 70 રૂપિયાની પાણીની બોટલ અને 400 રૂપિયા પોપકોર્ટ કોમ્બો ખરીદવો પડે છે. અને જો ફેમિલી સાથે સાથે ગયા તો મહિના ભરનું બજેટ ખોરવાઈ જાય છે.
