કોરોના વાયરસ વિરુદ્ધ લડવા માટે સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ માટે N-95 માસ્ક એક હથિયાર તરીકે કામ કરી રહ્યું છે. આ માસ્ક પરની નિર્ભરતા જોતા આઈએએન-ફંડના સહયોગથી IIT દિલ્હીના ઈનક્યુબેટેડ ક્લીનટેક સ્ટાર્ટઅપ ચક્ર ઈનોવેશને ચક્ર ડિવોક નામનું ઓઝોન-બેસ્ડ ડિકન્ટેમિનેટીંગ ડિવાઈસ બનાવ્યું છે. દાવો કરવામાં આવ્યો છે કે આ ડિવાઈસથી તમે N-95 માસ્કને સુરક્ષા સાથે ફરીથી વાપરી શકાશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી અશ્વિની કુમાર તૌબેએ ચક્ર ડી-કોવ ડિકન્ટેમિનેશન ડિવાઈસ લોન્ચ કર્યું હતું. આ એવા સમયે લોન્ચ કરવામાં આવ્યું છે, જે સમયે દેશને પોતાના સ્વાસ્થ્ય કર્મીઓની સુરક્ષા પર કામ કરવું ઘણું જરૂરી થઈ ગયું છે.
આ સિવાય એક વાર પહેરવા પછી માસ્કને ફેંકવાથી બાયોમેડિકલ વેસ્ટમાં વધારો થાય છે અને સાથે સંક્રમણ અને પર્યાવરણ માટે ખતરો બને છે. આ સમસ્યાના ઉકેલરૂપે આઈઆઈટી-દિલ્હીના આ ગ્રુપે માત્ર 90 મિનિટમાં માસ્કને સુરક્ષિત કરવાની સાથે ફરીથી વાપરી શકાય તે યોગ્ય બનાવવામાં મદદ કરી છે.
