સમગ્ર ભારતમાં કોરોના કેસમાં વધારો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે, આ કોરોના વિરુદ્ધની લડાઈમાં દરેક લોકો પોતાનું યોગદાન આપી રહ્યા છે. કોરોના મહામારીમાં લડવા માટે IIT મદ્રાસ અને મોડ્યુલસ હાઉસિંગ નામના સ્ટાર્ટ અપ દ્વારા એક પોર્ટેબલ હોસ્પિટલ બનાવવામાં આવી છે. આ હોસ્પિટલ હરતી ફરતી હોસ્પિટલ છે. આ હોસ્પિટલને બે લોકો મળીને માત્ર ચાર કલાકની અંદર ગમે ત્યાં તૈયાર કરી શકાય છે. વધતા જતા કેસની સામે આ પોર્ટેબલ હોસ્પિટલ ખુબજ અગત્યનો રોલ ભજવશે. આઇસોલેશન વોર્ડની સુવિધા ન ધરાવતા વિસ્તારમાં પોર્ટેબલ હોસ્પિટલમાં દર્દીઓને ક્વોરેન્ટાઇન કરીને તેમની સારવાર શક્ય બનશે.

આ હોસ્પિટલને સંપૂર્ણ ફોલ્ડેબલ બનાવવામાં આવી છે. જેને ઓછા ખર્ચે કોઈ પણ જગ્યાએ લઇ જઈ શકાય છે. આ પોર્ટેબલ હોસ્પિટલમાં એક ડોક્ટર રુમ, એક આઇસોલેશન રુમ, એક મેડિકલ રુમ અને બે બેડ વાળા આઇસીયુ એમ ચાર વિભાગ છે. હાલમાં આ હોસ્પિટલને કેરળના વાયનાડમાં લોન્ચ કરવામાં આવી છે. ત્યાં કોરોનાની સારવારમાં આ હોસ્પિટલનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રકારની હોસ્પિટલ વિક્સિત કરવા પાછળનો હેતુ એ છે કે, તેને દેશના કોઈ પણ વિસ્તારમાં લઇ જઈને દર્દીને સારવાર મળી રહે.
આ પણ વાંચો : AIIMSના ડિરેક્ટર ગુલેરિયાએ સુરતના કોરોના કંટ્રોલ કરવા માટે વહીવટી તંત્રને આપી સલાહ…
આ હોસ્પિટલનું નિર્માણ કરનાર મોડ્યુલસ હાઉસિંગના શ્રીરામ રવિચંદ્રને જણાવ્યું કે, આ હોસ્પિટલ ગ્રામ્યવિસ્તારમાં સફળ થઇ શકે છે. ગ્રામ્ય વિસ્તારમાં યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાના કારણે આ પોર્ટેબલ હોસ્પિટલ ઘણી ઉપયોગી સાબિત થશે.
