સુરતના હજીરા(Surat Hajira)ના પોર્ટ પરથી DRI (ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ)એ 1.5 કરોડની પ્રતિબંધિત દવા(Prohibited Drugs)નો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દવા આફ્રિકન દેશો(African Country)માં સપ્લાય કરવામાં આવી રહી હતી. જોકે ચાર લોકોની અટકાયત કરીને DRI વિભાગે તેમની પૂછપરછ હાથ ધરી છે.
DRI વિભાગ દ્વારા બાતમીના આધારે હજીરા પોર્ટથી વોચ રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં આફ્રિકા ખાતે દવાનો જથ્થો મોકલવામાં આવતો હતો, તેવું જાણવા મળ્યું હતું. અધિકારી દ્વારા તપાસ કરતા ટ્રમડોલ 225 એમજી નામની ડ્રગ મળી આવી. જે અંગે DRI વિભાગે વધુ તપાસ હાથ ધરી.
સવા કરોડનો જથ્થો જપ્ત કરાયો

DRIનાં અધિકારીના જણાવ્યા મુજબ, આ દવાનો ઉપયોગ આતંકીઓ કરતા હોય છે. જે એક પ્રકારની પેઇન કિલર છે. ઓરલેન્ડો હેલ્થ કેર સહિતની બે કંપનીના નામે દવા એક્સપોર્ટ કરાતી હતી. તપાસમાં નાર્કોટિક્સની યાદીમાં આવતી ટ્રેમાડોલના 15 લાખના જથ્થા કે જેની બજાર કિંમત સવા કરોડ જેટલી થાય છે તે ઝડપી પાડી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓ સોનગઢની ફેક્ટરીમાં દવા બનાવતા અને ત્યાંથી તેને હજીરા પોર્ટ પર લવાતી હતી અને બાદમાં શિપમાં એક્સપોર્ટ કરાતી હતી. સોનગઢની ફેકટરી પણ હાલ સિલ કરી દેવામાં આવી છે. આ દવા લાયસન્સ હોય તેને મર્યાદિત ઉત્પાદનની છુટ મળી હોય તેટલી જ ઉત્પાદન કરી શકાય.
આ પણ વાંચો : સુરતના રત્નકલાકારો ભલે વળ્યાં જુગાર તરફ, પરંતુ કારણ જાણી પોલીસ પણ થઇ ભાવુક
