ચીનમાં ફેલાયેલ કોરોના વાયરસના સંક્રમણથી હાહાકાર મચી ગયો છે. માત્ર ચીનમાં જ 4 હજારથી વધુ લોકો આ વાયરસના સંક્રમણનો શિકાર બન્યા છે. આ વાયરસને લઇ ચીનનું વુહાન શહેર જ્યાંથી આ વાયરસ નીકળ્યો તે શહેર બંધ કરી દેવમાં આવ્યું છે. લોકોના ઘરમાંથી બહાર નીકળવા પર પણ પ્રતિબંધ મુકાયો છે. ત્યારે બીજા દેશમાં પણ આ વાયરસ પહોંચી ગયો છે. અને અન્ય દશો પણ પોતાના લોકોને ચીન માંથી બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે આ વાયરસની અસરરાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ-અલગ ઉદ્યોગો પર પણ અસર થઇ રહી છે.

રાજકોટમાં ચાલી રહેલા કેટલાક ઉદ્યોગનું કનેકશન ચીન સાથે છે. રાજકોટમાં મુખ્યત્વે કોટનની નિકાસ થાય છે અને રાઉન્ડ બ્રાર તથા મશીનરીની આયાત કરવામાં આવે છે. ત્યારે રાજકોટમાંથી અંદાજે 60 થી 70 લાખ ગાંસડી કોટનની નિકાસ ચીનમાં થાય છે આ વર્ષે કોટનનું ઉત્પાદન સારું થયું પરંતુ કોરોનવાયરસને કારણે નિકાસ અટકી ગયું છે ત્યારે સૌરાષ્ટ્રમાં મગફળીનું પણ પુષ્કળ ઉત્પાદન થયું છે જેને પણ નુકસાન ભોગાવવું પડી રહ્યું છે.

કોરોનાવાયરસની સૌથી વધુ અસર મોરબીમાં સિરામિક અને ટાઇલ્સની ફેક્ટરી ઉપર પડશે, સિરામિક ટાઈલ્સની ફેક્ટરીઓમાં ચીનના ટેક્નિશિયનો કામ સંભાળતા હોય છે.
