હિન્દુ ધર્મમાં નવરાત્રનું ખુબ મહત્વ છે. નવરાત્રીમાં માં દુર્ગાના નવ રૂપોની પૂજા-અર્ચના સાથે વ્રત કરવામાં આવે છે. જેથી માં ની કૃપા તેમના ઉપર હંમેશા રહે. આ નવ દિવસ માંની પૂજા, શૃંગારની સાથે-સાથે ભક્તો દિવસ મુજબ અલગ-અલગ કપડાં પહેરે છે. શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે આ દિવસોમાં વિધિ-વિધાનથી પૂજા સાથે અલગ-અલગ રંગના કપડાથી માંની કૃપા તમારી પર બની રહે છે.
કયા દિવસે કયા રંગના કપડાં પહેરવા
નવરાત્રીના પહેલા દિવસે
પહેલો દિવસ માતા શૈલપુત્રીનો માનવામાં આવે છે. એ દિવસે પીળા રંગના કપડાં પહેરવું શુભ માનવામાં આવે છે.
નવરાત્રીનો બીજો દિવસ
નવરાત્રીનો બીજો દિવસેમાં ભ્રમ્હાચારિણીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે લીલો રંગ પહેરવું જોઈએ.
નવરાત્રીનો ત્રીજો દિવસ
આ દિવસે માં ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ગ્રે રંગના કપડાં પહેરવાથી તમારા બગડેલા બધા કામ બનશે.
નવરાત્રીનો ચોથો દિવસ
નવરાત્રીના ચોથા દિવસેમાં કુષ્માંડા દેવીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ઓરેન્જ રંગના કપડાં પહેરવું શુભ માનવામાં આવે છે.
નવરાત્રીનો પાંચમો દિવસ
નવરાત્રીનો પાંચમોં દિવસ સ્કંદ માતાનો માનવામાં આવે છે. આ દિવસે સફેદ રંગના કપડાં પહેરવા.
નવરાત્રીનો છઠ્ઠો દિવસ
છઠ્ઠો દિવસમાં કાંત્યાંયનીનો માનવામાં આવે છે. પૂજા કરતી વખતે લાલ રંગ પહેરવો સારો માનવામાં આવે છે.
નવરાત્રીનો સાતમો દિવસ
નવરાત્રીનો સાતમો દિવસ માં કાલરાત્રીનો માનવામાં આવે છે. આ દિવસે વાદળી રંગના કપડાં પહેરવું શુભ હોય છે.
નવરાત્રીનો આઠમો દિવસ
નવરાત્રીનો આઠમો દિવસ માતા ગૌરીનો માનવામાં આવે છે. આ દિવસે ગુલાબી રંગના કપડાં પહેરીને પૂજા કરવી જોઈએ.
નવરાત્રીનો નવમો દિવસ
નાવમાં દિવસે સિદ્ધિરાત્રિની પૂજા કરવાનું વિધાન છે. આ દિવસે જાંબલી રંગના કપડાં પહેરવા જોઈએ। જેનાથી માતાની કૃપા તમારા પર બનેલી રહશે.