રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ અંગે સીએમઓના સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી. તેઓ જણાવ્યું કે જણાવ્યું કે, અમદાવાદના નાયબ મામલતદારનું કોરોના વાયરસમાં મૃત્યુ થતાં મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 25 લાખની રકમ આપવાની જાહેરાત કરી છે. દિનેશભાઈ રાવલના પરિવારજનોને રૂપિયા 25 લાખનો ચેક આજે આપવામાં આવશે.
દુકાન બંધ કરાવવા સુધીના પગલાં ભરાશે
અશ્વિની કુમારે લોકડાઉન 4 અંગે માહિતી આપતા જણાવ્યું કે, નોન કન્ટેઈન્મેન્ટ ઝોનમાં લોકોનું જીવન સામાન્ય થાય એ બાજુ પગલાં ભરવામાં આવી રહ્યા છે. લોકના હિતમાં છૂટછાટ આપવામાં આવી છે. ચા-પાણી, પાન-મસાલાની દુકાન પર ભીડ ન થાય તે જોવાની સૌની જવાબદારી છે. હેર કટિંગ સલૂનમાં વિશેષ કાળજી રાખવા માટે કહેવામાં આવ્યું છે. બિનજરૂરી ભીડ કરવામાં આવશે તો તો દુકાન બંધ કરાવવા સુધીના પગલાં ભરવામાં આવશે. જો છૂટછાટનો યોગ્ય ઉપયોગ કરવામાં આવશે તો રાજ્ય સરકાર વધુ છૂટછાટ આપવાની દિશામાં વિચારણા કરી શકે.
સરકાર દ્વારા લોકડાઉન 4 ને લઇ આપવામાં આવેલા નિર્દેશો
- બ્યુટી પાર્લર, પાન મસાલાના દુકાનદારોએ ગ્રાહકોને એપોઇન્ટમેન્ટ આપીને જ કામ કરે
- સવારના આઠથી ત્રણ વાગ્યા સુધી કન્ટેઈમેન્ટ ઝોનમાં દુકાનો ખુલ્લી રહેશે
- નોન કન્ટેઈમેન્ટ ઝોનમાં સવારે 8 થી ચાર વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે.
- દવાની દુકાનોને 24 કલાક સુધી ખુલ્લી રાખી શકાશે.
- રાતના 7 વાગ્યાથી 7 સાત વાગ્યા સુધીમાં કર્ફ્યુનો કડક અમલ કરવામાં આવશે.
- જે ઉદ્યોગો અને ફેક્ટરીઓને છૂટછાટ આપી છે તે સાંજે 6 વાગ્યા સુધી જ શિફ્ટ રાખવાની રહેશે.
આ પણ વાંચો : લોકડાઉનથી મળેલી છૂટછાટમાં આ વાતોને ના કરતા નજરઅંદાજ…
રાજ્યમાંથી અત્યાર સુધી 518 ટ્રેન રવાના
અશ્વિની કુમારે વધુ માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાંથી અત્યાર સુધી 518 ટ્રેન રવાના કરાઈ છે. 363 ટ્રેન અત્યાર સુધી ઉત્તરપ્રદેશમાં મોકલાઈ છે. આજે 19 મેના રોજ 39 ટ્રેન ચલાવવામાં આવશે. જેમાં 61 હજાર જેટલા લોકો રવાના થશે. સુરતથી કુલ આજે 20 ટ્રેન રવાના થશે. તો અમદાવાદથી 5 ટ્રેન રવાના થશે. રાજકોટમાંથી 4 ટ્રેન રવાના થશે. અત્યાર સુધીમાં કુલ 8 લાખ લોકો ગુજરાતમાંથી રવાના થયા છે.
આ પણ વાચો : લોકડાઉન પછી વધી 64% સેનિટાઇઝરની માંગ, રોજ થાય છે આટલું પ્રોડક્શન
