સુરત શહેરમાં કોરોનાનો કહેર હજુ ચાલુ જ છે. શહેરના બેકોંમાં રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવતા 3 બેન્કમાં 33 કર્મચારીઓ પોઝિટિવ આવ્યા. હાલમાં બેંકોમાં પોઝિટિવ કેસોનું પ્રમાણ વધુ હોવાથી સુપર સ્પ્રેડર બની ગઈ છે.
શહેરના સેન્ટ્રલ ઝોનમાં સહારા દરવાજા વિસ્તારમાં આવેલ ICICI બેંકમાં 6 કર્મચારીઓ પોઝિટિવ આવ્યા છે. તેમજ છેલ્લા એક અઠવાડિયા દરમ્યાન સેન્ટ્રલ ઝોનમાં પારસી શેરી ખાતે આવેલ પીપલ્સ બેંકમાં કુલ 20 કર્મચારીઓ અને સલાબતપુરા ખાતે આવેલ બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં કુલ 7 કર્મચારીઓ રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાતા પોઝિટિવ મળેલ છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, બેંકોમાં કોરોના વાયરસનું સંક્રમણ થવાની શક્યતા વધુ હોય. જેથી બેંકના કર્મચારીઓએ તથા મુલાકાતીઓએ વધુ સાવચેત રહેવાની જરૂર છે.