ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્ન 2017માં થયા હતા. હાલ અનુષ્કા શર્મા પ્રેગ્નેન્ટ છે. જલ્દી બંને માતા-પિતા બનવાના છે. પરંતુ ગૂગલે કંઈક એવું કરી દીધું છે જે તમને પણ વિશ્વાસ નહિ થાય. ગૂગલ વિરાટ કોહલીને નહિ પરંતુ અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાનને અનુષ્કાનો પતિ બતાવી રહ્યું છે.

ગુગલ અનુષ્કાને ગણાવી રહ્યું છે રાશિદ ખાનની પત્ની
ખરેખર વાત એ છે કે લોકો ગુગલ પર રાશિદ ખાનની પત્ની વિશે સર્ચ કરી રહ્યા છે તો ગુગલ અનુષ્કા શર્માને તેની પત્ની તરીકે બતાવી રહ્યું છે.

જણાવી દઈએ કે 2018ના એક ઇન્ટરવ્યૂમાં રાશિદ ખાને અનુષ્કા શર્માને પોતાની મનપસંદ એક્ટ્રેસ ગણાવી હતી. રાશિદ ખાન અને અનુષ્કા શર્મા વચ્ચે કોઈ સીધો સબંધ નથી છતાં ગુગલ અનુષ્કાને રાશિદ ખાનની પત્ની બતાવી રહ્યું છે. રાશિદ ખાનના હજુ સુધી લગ્ન થયા નથી.
આ પણ વાંચો : સુરતમાં કોરોનાનો કહેર યથાવત, જાણો ક્યા વિસ્તારમાં નોંધાયા કેટલા કેસ
