ભારતમાં 25 માર્ચથી ચાલી રહેલ લોકડાઉનનો ત્રીજો તબક્કો 17મેના રોજ પૂરો થશે. અને વડાપ્રધાને લોકડાઉનના ચોથા તબક્કાની મંગળવારે જાહેરાત કરી. પરંતુ લોકડાઉનનો ચોથો તબક્કો નવા રંગ રૂપમાં હશે એવું પણ કહ્યું. આ બધા વચ્ચે સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમિના એક સર્વેમાં જણાવ્યું કે લોકડાઉન જો એક સપ્તાહ વધુ આગળ વધ્યું તો ભારતીય પરિવારોમાંથી એક તૃતીયાંશથી વધુ લોકો પાસે જીવન જરૂરી વસ્તુઓ પૂર્ણ થઈ જશે
તેઓએ લોકડાઉનની ઘરેલુ વપરાશ પર શું અસર પડે એ અંગે સ્ટડી કરી છે. જેમાં તેઓએ જણાવ્યું કે 84 ટકાથી વધુ લોકોની આવકામાં ઘટાડો થયો છે સાથે જ કામ કરતા 25% લોકો બેરોજગાર થઇ ગયા છે.
સરકારે ઝડપથી મદદ કરવાની જરૂરત
સીએમઆઈઆઈએના ચીફ ઈકોનોમિસ્ટ કૌશિક કૃષ્ણએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં 34 ટકા ઘરોની સ્થિતિ ખરાબ થઈ ચુકી છે. તેમની પાસે એક સપ્તાહ જીવન જીવવાની વસ્તુઓ હવે બચી છે. ત્યાર પછી તેમની પાસે કઈ જ નહિ બચે. સમાજમાં ઓછી આવક ધરાવતા લોકોને મદદની જરૂરિયાત છે. તેના માટે આવા વર્ગના લોકોને ઝડપથી કેશ ટ્રાન્સફર કરવાની જરૂરિયાત છે. જો સરકારે ઝડપથી મદદ ન કરી તો કુપોષણ અને ગરીબીના કારણે થનારી અન્ય સમસ્યાઓમાં પણ ઝડપથી વધારો થઈ શકે છે.
આ પણ વાંચો : આત્મ નિર્ભર શબ્દ જેના પર સૌ કોઈની છે ચર્ચા, શું વડાપ્રધાન મોદીએ સીધો આપ્યો ચીનને પડકાર ?
