ગુજરાતમાં સૌથી વધારે શ્રમિક સુરતમાં રહે છે. કોરોના વાયરસના કારણે લોકોની આર્થિક કમર તૂટી પડી છે. સાથે જ લોકોની બચત પર પણ અસર પડી છે અને લોકો પોતાની બચત મૂડી ઉપાડી રહ્યા છે. એવા સમયે સરકારની યોજના મુજબ સુરત રેન્જ EPFO એ 25,200 દાવાની પતાવટની પ્રક્રિયાને હાથ ધરી પીએફ ધારકોને 48.35 કરોડ આપવામાં આવ્યા છે.
કોવિડ 19 ના 25,200 દાવાની પતાવટ

સુરત રેન્જ સુરત, તાપી, નવસારી અને વલસાડ માંથી કચેરીએ કોવિડ 19 ના 25,200 દાવાની પતાવટની ઓનલાઇન પ્રક્રિયાથી ઝડપી પતાવટ થતા પીએફ ધારકોને રાહત મળી છે. માત્ર છ મહિનામાં પ્રોવિડન્ડ ફંડમાંથી કોવિડ ક્લેમ કરી પીએફ ધારકોએ 48.35 કરોડ રૂપિયા ઉપાડ્યા છે. પ્રક્રિયા ઝડપી બનાવવા માટે વિભાગે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ લોન્ચ કર્યું છે, જેના દ્વારા પ્રક્રિયાને ઝડપી બને.
310 કરોડ રૂપિયા ઉપાડ્યા
સરકારે લોકડાઉનના કારણે લોકોને થઇ રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખતા પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ લાખો લોકોએ પીએફ ઉપાડવા માટે ઇપીએફઓ પાસે અરજી કરી હતી. તેમજ અન્ય કારણોસર 87,600 દાવાઓનો નિકાલ કરવામાં આવ્યો છે. જેથી પીએફ ધારકોને 310 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો : સુશાંત સિંહની ડેથ મિસ્ત્રી રૂપેરી પરદે જોવા મળશે, સુશાંતના રોલમાં આ હીરો
