સુપ્રીમ કોર્ટે ફડણવીસ સરકારને મોટો ઝાટકો આપ્યો છે. ફડણવીસ સરકારને બહુમત સાબિત કરવા માટે 30 કલાકનો સમય સુપ્રીમ કોર્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે 27 નવેમ્બર એટલે કાલે સાંજે 5 વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ કરવાંનો આદેશ આપ્યો છે. પહેલા પ્રોટેમ સ્પીકર બધા ધારાસભ્યોને શપથ લેવડાવશે, ત્યાર પછી ફ્લોર ટેસ્ટમાં ગુપ્ત મતદાન નહિ થાય અને તેનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
દેવેન્દ્ર ફડણવીસ દ્વારા લેવાયેલા મુખ્યમંત્રીના શપથ અંગે રાજ્યપાલના નિર્ણયને લઈને શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. ગઈકાલે એટલે સોમવારે સુપ્રીમ કોર્ટના કોર્ટ નંબર 2માં મહારાષ્ટ્ર કાર્યવાહી ચાલી હતી કોંગ્રેસના નેતા અને વકીલ પણ પહોંચ્યા હતા કોર્ટે દરેક પક્ષની દલીલો 2 કલાક સુધી સાંભળી હતી અને નિર્ણય આજ પર મોકૂફ રાખ્યો હતો.
