વિવાહિત જીવનમાં પૈસા કરતા પણ વધારે જરૂરી છે આનંદ અને સંતોષ હોવું આની સાથે જ વિવાહિત જીવનમાં જાતીય સંબંધ અહમ ભૂમિકા ભજવે છે, પરંતુ કેટલીક વાર શારીરિક અને માનસિક કારણોને લીધે આ સંબંધમાં મુશ્કેલીઓ આવવા માંડે છે. પરિણામે સંબંધોમાં તિરાડ પડવા માંડે છે. ‘ઇરેક્ટાઈલ-ડિસ્ફંક્શન’ આ કારણોમાંનું એક કારણ છે.
ઘણીવાર સેક્સ-ટોનિક કે વાયેગ્રા જેવી કામોત્તેજક દવાઓ લઈને સમસ્યાનો ઉકેલ લાવવાના પ્રયત્નો કરવામાં આવે છે, પરંતુ તેનાથી પરિસ્થિતિઓ સુધરવાને બદલે વધુ બગડી જાય છે. સારા જાતીય જીવનનું રહસ્ય આવી દવાઓમાં નહીં, પરંતુ સંતુલિત આહાર અને યોગમાં છુપાયેલું છે. તો આજે જાણી લો યોગ કેવી રીતે સુધારે છે જાતીય સંબંધોને.

જાતીય જીવનનો આનંદ વધારવા રોજ કરો આ આસન
જમીન પર બેસીને બંને પગના તળિયાને એકબીજા સાથે જોડો, બંનેને હાથથી પકડો અને પછી પગને પતંગિયાની પાંખોની જેમ હલાવો. આ ક્રિયા દસ વખત કરવી.
આસનથી થતાં ફાયદા
આ આસનથી પેટ, પીઠ અને પેડૂના ભાગોને રક્તનો વધુ પુરવઠો મળે છે. આ આસન કિડની, પ્રોસ્ટેટ અને બ્લેડરને તંદુરસ્ત રાખે છે.
યોગથી થતાં શારીરિક લાભ
– યોગથી શરીર રિલેક્સ થાય છે અને માનસિક તાણ પણ દૂર થાય છે.
– યોગ કરવાથી હૃદયની ગતિ અને બ્લડપ્રેશર નોર્મલ રાખવામાં મદદ કરે છે.
– યોગ કરવાથી શરીરમાં પ્રાણવાયુનો પુરવઠો વધે છે.
ઉપરોક્ત સમસ્યાઓનું નિવારણ થવાથી તેની સારી એવી અસર ઇરેક્શન પર પણ થાય છે.
ચાઈલ્ડ-પોઝ
બંને પગને ઘૂંટણમાંથી વાળીને એડીઓને જોડી અને હલાસનની સ્થિતિમાં તેના પર બેસો. માથાને આગળની તરફ નમાવીને જમીન પર ટેકવો. આમ કરવાથી કમરનો ભાગ ઊંચો આવશે. હવે હાથને પગની સમાંતર એવી રીતે રાખો કે જેથી હથેળીઓ જમીન પર રહે. બે મિનિટ માટે આ સ્થિતિમાં રહો અને આવું 5 થી 10 વખત કરવું.
ફાયદા
આ આસન કરવાથી શરીરનો તણાવ દૂર થાય છે અને જાતીય-ક્રિયાઓમાં લાભ થાય છે. આ ઉપરાંત સપ્તાહમાં બેથી ત્રણ વાર સંભોગ કરવાથી તણાવ દૂર થાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. યોગ કરવાની સાથે રોજના આહારમાં વિટામિન ‘સી’ વાળા શાક, ફળો જેવાં કે ટામેટાં, લીંબુ, સંતરા, મોસંબી લેવાથી પુરુષોની શક્તિ વધે છે.
