ચોમાસાની શરૂઆત થતાં ચારે તરફ નિસર્ગનું સૌંદર્ય એક નવું સ્વરૂપ ધારણ કરે છે. ગરમીથી ત્રસ્ત લોકોને અને વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આનંદની લાગણી ઉદ્દભવે છે. પરંતુ ભારતના કેટલાક ભાગોમાં આ ચોમાસુ તબાહીનું કારણ પણ બને છે. ભારતમાં દર દિવસે અંદાજે 5 લોકોનું વરસાદ અને કુદરતી આફતને કારણે મૃત્યુ પામે છે.
લોકસભામાં 23 જુલાઈ, 2019 ના રોજ આપેલા જવાબમાં કેન્દ્ર સરકારે જણાવ્યું કે, આ વર્ષે 1 એપ્રિલથી 18 જુલાઈ સુધી દેશમાં 496 લોકોના મોત થયા એટલે કે દરરોજ આશરે 5 લોકોની મોત થાય. વરસાદ અને કુદરતી આફતને કારણે સૌથી વધુ મહારાષ્ટ્રમાં 137 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. તો બિહારમાં 78 લોકોનાં મોત થયા.
છેલ્લા 64 વર્ષના આંકડા પાર નજર કરીએ તો સમગ્ર દેશમાં અત્યાર સુધી ભારે વરસાદ અને પૂરને કારણે 1 લાખ થી વધુ લોકોનાં મોત થયા છે. કેન્દ્રીય જળ આયોગ તરફથી 19 માર્ચ, 2018 એ રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે 1953 થી 2017 સુધી ભારે વરસાદ અને પૂરથી દેશમાં 1,07,487 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો.
કેન્દ્રીય જળ આયોગના રિપોર્ટ પ્રમાણે દેશમાં ઓછા સમયમાં જે વધુ વરસાદ પડે છે અને ખરાબ જળ નિકાસી વ્યવસ્થાને કારણે અનેક લોકોના મોત થાય છે. રાજ્ય સરકાર પ્રભાવી પૂર નિયંત્રણ માળખું તૈયાર કરવામાં નિષ્ફ્ળ રહે છે. દેશમાં 4 કરોડ હેકટર એવી ભુમિ છે. જ્યા ભારે વરસાદને કારણે પૂર આવવાની સૌથી વધુ આશંકા બને છે. ઇન્ડિયા સ્પેન્ડના રિપોર્ટ પ્રમાણે વર્ષ 1980 થી 2010 સુધી ભારતે 431 પ્રાકૃતિક આફતોનો સામનો કર્યો, જેમાં લાકો લોકો પ્રભાવિત થયા અને હજારો લોકોના મોત થયા.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.