દેશભરમાં ધામધૂમથી નવરાત્રીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. ત્યારે આ નવરાત્રીના શુભ દિવસોમાં મોદી સરકારે વૈષ્ણો દેવી જવાવાળા ભક્તો માટે એક ગિફ્ટ આપી છે. આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી થી કટરા જવાવાળી વંદે એક્સપ્રેસને લીલો ઝંડો બતાવ્યો. જેના પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને ટ્રેનને નવરાત્રીનું ગિફ્ટ તરીકે જણાવ્યું.
વડાપ્રધાન મોદીએ ટવિટ કર્યું કે, “જમ્મુના લોકો માટે નવરાત્રી પર વિશેષ ભેટ. અત્યાધુનિક સુવિધાઓ વાળી, ભારતમાં જ નિર્માણ થયેલી ‘વંદે ભારત એક્સપ્રેસ’ થી હવે ભક્ત માત્ર 8 કલાકમાં જ દિલ્હી થી કટરા પોહંચશે. આનાથી જમ્મુ-કાશ્મીરના પર્યટનને ફાયદો થશે, તેમજ ભક્તોની યાત્રા પણ આરામદાયક થશે. જય માતા દી! “
એની સાથે જ વડાપ્રધાન મોદીએ ટવિટ કરીને ટ્રેનની સુવિધાઓ અને ટિકિટ ભાડાંના વિશે કહ્યું. PM દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્ડમાં દિલ્હી થી કટરા જવાનું ઓછામાં ઓછા 1630 રૂ. અને વધારેમાં વધારે રૂ. 3014 રહેશે.
PM મોદીએ જણાવેલી વંદે ભારતની સુવિધાઓ :
- દેશની બીજી વંદે ભારત એક્સપ્રેસ
- સીસીટીવી ની સગવડ
- GPS ની સગવડ
- વાઈ-ફાઈ ની સગવડ
- બાયો-ટોયલેટની સગવડ
- મેક ઈન ઇન્ડિયા અંતર્ગત સ્વદેશી નિર્માણ
દિલ્હી થી કટરા જવાવાળી આ વંદે ભારત એક્સપ્રેસ અઠવાડિયામાં 6 દિવસ ચાલશે. આ ટ્રેન દિલ્હી થી સવારે 6 વાગ્યા અને કટરા 2 વાગ્યે પોંહચશે. બપોરે 3 વાગે ફરીથી જશે અને રાત્રે 11 વાગે દિલ્હી પોંહચશે. પહેલા આ મુસાફરી માટે 12 કલાકનો સમય લાગતો હતો. પરંતુ હવે માત્ર 8 કલાકનો સમય લાગશે એટલે કે મુસાફરોનો ચાર કલાકનો સમય બચશે.
