ભારત સરકાર ટૂંક સમયમાં બજારના ભાવથી 15 ટકા સસ્તા અને બ્રાન્ડેડ કંપનીનું AC માર્કેટમાં લોન્ચ કરવા જઈ રહી છે. સરકારી કંપની EESL થોડા સમયની અંદર માર્કેટમાં ઓછી કિંમતના AC લોન્ચ કરવાની છે. બજેટમાં ફીટ થવાની સાથે તમારા ઈલેકટ્રીસીટીના બિલમાં પણ ઘટાડો થશે. આ ACની ખરીદી તમે ઓનલાઈન પણ કરી શકશો. તેની સાથે એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવશે. સરકાર આ લાભ દેશવાસીઓને આવનારા દોઢ મહિનામાં આપશે.
સામાન્ય માણસને પણ પરવડે તેવા ભાવમાં મળનાર આ ACનું વેચાણ જુલાઈ મહિનાથી શરૂ થઈ જશે અને કંપનીએ આવતા વર્ષ સુધીમાં 2 લાખ ACના વેચાણનું લક્ષ્ય રાખ્યું છે. AC એવા જ ગ્રાહકોને વેચાણ કરવામાં આવશે જેના નામ પર ઈલેક્ટ્રીટીનું કનેક્શન હશે. ઓનલાઈન બુકિંગ કરાવવાના 24 કલાકમાં તમારા ઘરમાં ACનું ફીટીંગ કરી દેવાની ગેરન્ટી પણ આપવામાં આવશે. સરકારી કંપની EESL માર્કેટમાં સસ્તા ભાવમાં LED બલ્બ અને ટ્યુબલાઈટનું પણ વેચાણ કરે છે.
રૂ. 10000માં કરો સોલારથી ચાલતા પોર્ટેબલ ACની ખરીદી
આ વખતે ઉનાળામાં સખત ગરમી પડી રહી છે તો ઘણા લોકો ગરમીથી રાહત મેળવવા માટે ACની ખરીદી કરવાનું વિચારી રહ્યા હશે. માર્કેટમાં ઘમી બધી કંપનીઓ AC વેચી રહી છે પરંતુ એક કંપનીએ એવું AC બનાવ્યું છે, જેને તમે તમારી સાથે કશે પણ લઈ જઈ શકો છો. Coolala નામની કંપનીએ એક પોર્ટેબલ AC બનાવ્યું છે. જેની કિંમત માત્ર 13500 રૂ.થી શરૂ થાય છે.
આ ACનો ઉપયોગ તમે બિલની ચિંતા કર્યા વગર કરી શકશો. તેને ચલાવવા માટે ઈલેક્ટ્રીસીટીની જરૂર નથી. આ AC સોલાર એનર્જીથી ચાર્જ થાય છે. એકવખત ચાર્જ કર્યા પછી તેને 8 કલાક સુધી ચલાવી શકાય છે. તે 150 સ્કે. ફૂટના એરિયામાં ઠંડક કરે છે. ACની ખાસ બાબત એ છે કે તેમાં એલઈડી લાઈટ પણ આપવામાં આવી છે. ACની સાથે સોલર પેનલ, પાવર બેંક, એક્ઝોસ્ટ હોર્સ, એસી અને ડીસી એડોપ્ટર આપવામાં આવ્યા છે. આ પોર્ટેબલ ACની ખરીદી તમે kickstarter.com પરથી કરી શકો છો.
આ પણ વાંચો : હવે બિલમાં કરો 40 ટકા સુધીની બચત, ઘરે લઈ આવો સરકારી કંપનીનું આ AC
ઘરની અંદર ACને વાપરવા માટે તમારે પાવર એડોપ્ટરથી પ્લગ ઈન કરવું પડશે, જ્યારે બાહર કોઈ જગ્યાએ યુઝ કરવા માટે તેની સાથે આપેલા પાવર સ્ટેશન સાથે અટેચ કરવાનું હોય છે. ઘણી વખતે સોલર પાવર ન મળે તો તે પાવર સ્ટેશનની મદદથી ચાલે છે.
આ ACનું વજન માત્ર 3 કિગ્રા છે. ACની અંદર માઈક્રો એર કમ્પ્રેસર આપ્યો છે. ACમાં નીચે વ્હીલ આપેલા હોવાથી તેને સરળતાથી બીજી જગ્યાએ ખસેડી શકાય છે. આ ACના ઘણા બધા અલગ અલગ મોડેલ માર્કેટમાં મળે છે પંરંતુ બેઝિક મોડેલ 13,500 રૂ.માં મળે છે. જ્યારે તેનું સૌથી મોંઘુ મોડેલ 30874 રૂ.માં મળે છે.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.