સુરતના ગોડાદરા રોડ દેવઢ રોડ પર શીતલા પ્રસાદ નામનું દવાખાનું આવેલું છે. ત્યાં સ્થાનિકોને આ ડોકટરની હરકત શંકાસ્પદ લાગતા તેમણે પોલીસને બાતમી આપી હતી. પોલીસએ ત્યાં જઈ તેની ડિગ્રી ની ખરાઈ કરી હતી પણ તેની પાસે ડોક્ટર ની કોઈ ડીગ્રી નહોતી. તેથી પોલીસ જિલ્લા આરોગ્ય અધિકારી ને સાથે રાખી તેના તમામ ડીગ્રીની તપાસ કરતા તે નકલી હોવાનું બહાર આવ્યુ હતુ.
પોલીસે આ નકલી ડોકટર વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી હતી. જ્યાં તેની પાસે રહેલા મોટી માત્રામાં ઈન્જેકશન અને દવા અને ડોકટરના સાધનો પણ કબ્જે કરી લેવામાં આવ્યા હતા. પોલીસ ડોક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતા અને તેની વધુ પુછ પરછ કરતા જાણવા મળ્યું છે કે આ નકલી ડોક્ટર છેલ્લા ચાર વર્ષ થી નકલી ડૉકટર નું કામ કરે છે. તે આ પેહલા સુરતના ભટાર વિસ્તારમાં આવેલા અમૃતા હોસ્પિટલમાં આસિસ્ટન ડોકટર તરીકે કામ કર્યું હતું અને હવે તે ચાર મહિનાથી ગોડાદરા વિસ્તારમાં આ દવાખાનું ચલાવતો હોવાનું કબુલ્યું છે.
વધુ પુછપરછમાં જાણવા મળ્યું છે કે, તેના પિતા પણ આ જ રીતે ડોકટરો બની લોકોની સારવાર કરે છે તેથી પોલીસએ તેના પિતા નો પણ સંપર્ક કરી તેની ડૉકટરની ડીગ્રીની ખરાઈ માટે તપાસ હાથ ધરી છે કે ખરેખર તેના પિતા ડોક્ટર છે કે, પછી તે પણ આ જ રીતે નકલી ડોક્ટર બની લોકો ના સ્વાસ્થ સાથે ચેડાં તો નથી કરી રહ્યા ને તે દિશામાં પોલીસએ આગળની વધુ તપાસ હાથ ધરી છે હાલ તો પોલીસ લોકો ના સ્વસ્થ સાથે ચેડાં કરી લોકોના જીવ જોખમમાં મુક્તા ડોકટર ને ઝડપી લીધો છે અને હજી આવા કેટલા નકલી ડોકટર બનીને સુરતમાં ફરી રહ્યા છે તે દિશામાં પણ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.