સુરતના કતારગામ વિસ્તરામાં 6 મહિના પહેલા 16 વર્ષની કિશોરી સાથે જય ખોખરિયા અને તેના મિત્રોએ સામુહિક બળાત્કાર આચર્યું હતું. આ ઘટનાના આરોપીઓ પૈકી એક આરોપી જય ખોખરિયાએ ફરી વાર છેડતી કરી હતી. જે બાબતે કિશોરીના પિતા અને ભાઈ આરોપીઓ પાસે ઠપકો આપવા ગયા હતા. ત્યાં આરોપી સાથે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો અને આરોપીએ ભાઈ-પિતા પર જીવલેણ હુમલો કર્યો હતો
કિશોરીના પિતાને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું આજે 13 દિવસની સારવાર પછી મોત નિપજ્યું હતું. આજે કિશોરીના પિતાની અંતિમ યાત્રા નીકળી હતી. અંતિમ યાત્રા વિધિમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા.
પોલીસે આરોપીઓ વિરુદ્ધ મર્ડરની કલમ દાખલ કરી તેઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
