મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે કે નહીં તે તો માત્ર કાગળ પર અમલ થતું હોય તેવુ પૂરવાર થતું હોય તેવું લાગે છે. વિકાસશીલ અને ગતીશીલ ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે. રાજ્યભરમાં છેલ્લા બે વર્ષમાં એક બે નહીં પરંતુ 215 કરોડથી વધુનો દારૂ ઝડપાયો છે.તો રાજ્યમાં પ્રતિબંધીત ડ્રગ્સતો એટલું ઝડપાયું છે કે તેના આંકડાઓ પણ ચોંકાવનારા છે. રાજ્યમાં 370 કરોડથી વધુના નુકશાન કારક ડ્રગ્સ ઝડપાયા છે.

રાજ્યમાંથી બે વર્ષમાં 2.62 કરોડ રૂપિયાની કિંમતની 1, 6, 32, 904 વિદેશી દારૂની બોટલ, 4,33,78,162 રૂપિયાની 19, 34, 342 લીટર દેશી દારૂ, 16 કરોડ 20 લાખ 5 હજાર 848 રૂપિયાની કિંમતની 12 લાખ 20 હજાર 258 બિયરની બોટલ અને 370 કરોડ 25 લાખ 48 હજાર 562 રૂપિયાની કિંમતના અફીણ, ચરસ, ગાંજો, હેરોઈન, પોશડોડા/પાવડર અને અન્ય ડ્રગ્સ પકડાયું છે. બે વર્ષમાં 606 કરોડ 41 લાખ 84 હજાર 847 રૂપિયાની કિંમતના વિદેશી-દેશી દારૂ, બિયર અને અન્ય નશીલા દ્રવ્યો પકડવામાં આવ્યા છે.’
રાજ્યના યુવાધનને રોજગારીના બદલે બરબાદીમાં ધકેલવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. શું પોલીસ અને સરકારની રહેમ નજર હેઠળ સરહદોથી ગેરકાદેસર રીતે જથ્થો ઘુસાડવામાં આવી રહ્યું છે. બે વર્ષમાં ૬૦૬ કરોડથી પણ વધુ કિંમતના વિદેશી-દેશી દારૂ, બિયર અને અન્ય નશીલા દ્રવ્યો પકડવામાં આવ્યા છે. આ ગુનાઓમાં સંડોવાયેલા 4 હજારથી પણ વધુ આરોપીઓની ધરપકડથી દુર છે. આ વિકાસશીલ ગુજરાતની વરવી વાસ્તવિક્તા છે.