મહારાષ્ટ્રના પાલઘરમાં જુના અખાડાના બે સાધુઓ સહીત ત્રણ લોકોને મારી-મારીને હત્યા મામલે 110 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પાલઘરના ડીએમ એ જણાવ્યું કે, આ ઘટનાનો વિદળીયો વાયરલ થયો હતો જેને આધારે એફઆઈઆર દાખલ કરી બધાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ વિરુદ્ધ ગંભીર ધારા મુજબ કેસ દાખલ કરવામાં આવ્યા છે. તો બીજી બાજુ બેદરકારી રાખવાના આરોપમાં ખાસા પોલીસ સ્ટેશનના બે અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
સાધુઓ પર તૂટી પડી ભીડ

મહારાષ્ટ્રના પાલઘરમાં ગળચીનચલે ગામમાં બે સાધુઓની મારી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.. ઘટનાના દિવસે બંને સાધુ ઇન્ટિરિયર રોડથી થઇ મુંબઈથી ગુજરાત આવી રહ્યા હતા. લોકો એમને ચોર સમજીને તેઓ પર તૂટી પડ્યા.

આ ઘટના ત્યાંના કેટલાક પોલીસ કર્મીઓની હાજરીમાં થઇ. આરોપીઓ સાધુ સાથે એક ડ્રાયવર અને પોલીસકર્મીઓ પર પણ હુમલો કર્યો. સાધુઓને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા જ્યાં તેમની મૃત્યુ થઈ ગઈ.
સાધુ-સંતોએ કરી NSA લગાવવાની માંગ

આખિલ ભારતીય અખાડા પરીસદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગીરીએ ઘટનાને લઇ સરકારને ચેતવણી આપી છે કે જો હત્યારો પર કાર્યવાહી ન થઇ તો મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ આંદોલન થશે. ત્યારે બીજેપી સાંસદ સાક્ષી મહારાજે પણ ટ્વીટ કરી આરોપી પર રાસુકા લગાવવાની માંગ કરી છે. એવું ન થવા પર મહારાષ્ટ્ર સરકારએ સાધુઓના ક્રોધનો સામનો કરવાની ચેતવણી આપી દીધી છે. તો બીજી બાજુ આ ઘટના પર રાજનીતિ શરુ થઇ ગઈ છે. મહારાટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે પાલઘરમાં મોબિલિન્ચિંગ ઘટનાનો વીડિયો હેરાન કરવા વાળો અને અમાનવીય છે. આવી ઘટના વધુ પરેશાન કરવા વાળી છે. ઈરફાન પઠાણે પણ આ ઘટનાને શર્મનાક અને ભયાનક ગણાવી.
આ પણ વાંચો : લોકડાઉનમાં ઘરે બેઠા આ રીતે સાફ કરો તમારા ચહેરાના વાળ
