મુખ્યમંત્રીએ જીપીએસસી-ગૌણ સેવા પસંદગી મંડળ-પંચાયત સેવા પસંદગી મંડળ-પોલીસ-સામાન્ય વહિવટ વિભાગ-શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા ભરતી પ્રક્રિયા અંગેના મહત્વપૂર્ણ આદેશો.
- રાજ્યમાં યુવાનોને વ્યાપકપણે સરકારી સેવામાં નોકરીની તક મળે તે માટે મુખ્યમંત્રીના યુવા રોજગારલક્ષી અગત્યના નિર્ણયો.
- રાજ્યમાં સરકારી નોકરીમાં ભરતી માટે પ્રક્રિયાઓ પૂરી થઇ ગઇ છે તેવી તમામ જગ્યાઓ સહિત ૮ હજાર જગ્યાઓ માટેના નિમણૂંકપત્રો તાત્કાલિક આપવા મુખ્યમંત્રીના સ્પષ્ટ આદેશો.
- ભરતી માટેની જાહેરાત થઇ ગઇ છે પરંતુ પરિક્ષાની પ્રક્રિયા બાકી છે તેવી જગ્યાઓ માટે કોવિડ-19ની સ્થિતી સામાન્ય થયા બાદ આગળની પ્રક્રિયાઓ કરવા મુખ્યમંત્રીની સૂચના
- આગામી પાંચ મહિનામાં રાજ્યના ર૦ હજારથી વધુ યુવાઓને સરકારી નોકરીની વ્યાપક તક મળશે.
- રાજ્યના યુવાનો માટે સરકારી વિભાગોમાં રોજગારીની નવી તકો ખોલતા વિજયભાઇ રૂપાણી
આ પણ વાંચો : કોરોના દર્દીઓનું મજબૂત મનોબળ જાળવવા સુર રેલાવે છે જેનિશ સુરતી
