ગુજરાત સરકારે દક્ષિણ ગુજરાતમાં સ્ટાર્ટઅપ પ્રવૃત્તિને વેગવંતી બનાવવા માટે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગાંધીનગર ખાતેથી સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ‘ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ સેન્ટર’નું ઇ-માધ્યમથી ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રસંગે શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, હાલમાં આપણે દરેક ક્ષેત્રે આધુનિકતા અને ટેકનોલોજીથી આગળ વધી રહ્યા છીએ. સુરતના મુખ્ય ઉદ્યોગ પૈકીના એક હીરાના વ્યવસાયમાં પણ આધુનિકતા આવી છે. ગુજરાતના લોકો ઇનોવેટિવ કામથી દેશમાં દબદબો છે. ગુજરાતમાં અશિક્ષિત ખેડૂત નાનું ટ્રેકટર બનાવી શકતો હોય તો ટેકનિકલ ગ્રેજ્યુએટ ઘણો આગળ વધી શકે છે. ડાયમંડ ઉપરાંત ટેક્સટાઇલ ઉદ્યોગમાં પણ આધુનિકતા આવી છે.

ગુજરાતમાં ઇનોવેટિવ વિચારો માટે વિશાળ શકયતાઓ છે. જેની દરેક વ્યક્તિ ક્ષમતા ધરાવે છે. જેને ખીલવામાં આ ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓને ખુબ તક મળમદદરૂપ થશે. સુરતમાં ડાયમંડ અને ટેક્સટાઈલ ક્ષેત્રોમાં સ્ટાર્ટ અપ માટે ઘણી તકો રહેલી છે. હાલમાં, યુનિવર્સિટી પાસે સંસાધનો છે, અને સરકારની મદદ પણ મળી રહી છે.
ઇનોવેશન સેન્ટર વિદ્યાર્થીઓમાં રહેલા નવીન વિચારો અને સ્ટાર્ટઅપ આઈડિયા ‘ઇનોવેશન ટુ ઇન્કોર્પોરેટ’ વિકસાવવા મદદગાર થશે. તેમજ આવનારા દિવસોમાં સેન્ટર દ્વારા ઇનોવેશન, સ્ટાર્ટઅપ, ફેસ્ટિવલ કોન્ફરન્સ વગેરેનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત સેન્ટર પેટન્ટ ફીલિંગ સેન્ટર તરીકે પણ કાર્ય કરશે.
આ પણ વાંચો : આ કચેરીઓએ સરકારના નિયમોનું કરવું પડશે ફરજીયાત પાલન
આ પ્રસંગે રાજ્યના શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, ‘ગુજરાત વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપ કરવામાં પ્રથમ રહ્યા છે. વિદ્યાર્થીઓના વિચારને પ્રોડક્શન સુધી લઇ જવામાં સરકાર મદદ કરી રહી છે. આ સમારોહમાં રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના પ્રિન્સીપાલ સેક્રેટરી અંજુબેન શર્મા, નર્મદ યુનિ.ના વાઈસ ચાન્સેલર ડો. હેમાલીબેન દેસાઈ, આઈ હબના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર હિરન્મય મહંતા અને નર્મદ યુનિ.ના પ્રાધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ જોડાયા હતા.
