સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સએ (સીબીડીટી) દેશના 17 કરોડ લોકોને મોટી ચેતવણી આપી છે. વિભાગે કહ્યું છે કે, જો 31 માર્ચ 2020 સુધીમાં પાનકાર્ડને આધાર સાથે લિંક કરવામાં નહીં આવે તો તે રદ કરવામાં આવશે.

સીબીડીટીએ જણાવ્યું છે કે, 27 જાન્યુઆરી 2020 સુધીમાં 30.75 કરોડ પાનકાર્ડને આધારકાર્ડ સાથે જોડવામાં આવ્યા છે. પરંતુ 17.58 કરોડ પાનકાર્ડ હજુ આધારકાર્ડ સાથે જોડાવાના બાકી છે.

આવકવેરા કાયદાની કલમ 139AA (2) મુજબ, 1 જુલાઇ, 2017 સુધીમાં જે લોકો પાસે પાનકાર્ડ છે અને આધારકાર્ડ લેવા માટે યોગ્ય છે, તેમણે ટેક્સ ઓથોરિટીને આધાર નંબરની જાણ કરવી પડશે.

પાનકાર્ડને આધારકાર્ડ સાથે જોડવાની મર્યાદા ઘણી વખત વધારવામાં આવી છે. વર્તમાન સમયમર્યાદા 31 માર્ચ 2020 ના રોજ સમાપ્ત થશે.

પાનકાર્ડને આધાર સાથે જોડવાની પદ્ધતિ
- સૌ પ્રથમ, તમારે આવકવેરા વેબસાઇટ incometaxindiaefiling.gov.in પર જવું પડશે.
- જેમાં ડાબી બાજુ તમને આધાર લિંકનો વિકલ્પ દેખાશે.
- જેમાં નવું પૃષ્ઠ ખુલશે, જેમાં ઉપર લાલ રંગમાં લખેલું Click here દેખાશે.
- જો તમે પહેલાથી તમારા પાનકાર્ડ અને આધારકાર્ડને લિંક કરી ચૂક્યા છે, તો તેના સ્ટેટસ પર ક્લિક કરીને તને ચેક કરી શકો છો.
- જો લિંક ન થયું હોય તો નીચે આપેલા બોક્સમાં ક્લિક કરો, જેમાં પાનકાર્ડ નંબર, આધાર નંબર, તમારું નામ અને કેપ્ચા દાખલ કરવા પડશે.
- ત્યારબાદ લિંક આધાર પર ક્લિક કરો. જેના દ્વારા લિંકિંગની પ્રક્રિયા પૂર્ણ થશે.
તે ઉપરાંત, 567678 અથવા 56161 પર SMS મોકલીને તમે પાનકાર્ડ ની આધાર સાથે લિંકની સ્થિતિ મેળવી શકો છો.

- જેમાં UIDPAN<સ્પેસ> <12 અંકનો આધાર નંબર> <સ્પેસ> <10 અંકનો પાન નંબર> લખીને SMS મોકલવાનો રહેશે.
તેનાથી જાણી શકશો કે, તમારો આધાર-પાન જોડાયેલ છે કે નહીં.
