દેશનું Income Tax વિભાગ CBI અને NIA સહિતની 10 ઈન્વેસ્ટીગેટીવ અને ઈન્ટેલિજન્સ એજન્સીઓને કોઈ પણ એકમનો PAN અને અકાઉન્ટ ખાતાની વિગતો આપશે. Income Tax વિભાગ આ વિગતો ઈન્ટીગ્રેટેડ કાઉન્ટર ટેરેરિઝમ પ્લેટફોર્મ નેટગ્રીડ હેઠળ આપશે.
Income Tax વિભાગ માટે નીતિ બનાવતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે 21 જુલાઈના પોતાના આદેશમાં કહ્યું હતું કે, પરમેનન્ટ અકાઉન્ટ નંબર(PAN), ટેક્સ ડિડક્શન એન્ડ કલેક્શન નંબર, બેંક ખાતાની વિગતો, આઈટી રિટર્નની વિગતો અને ટીડીએસ સહિતની વિગતો 10 એજન્સીઓને આપવામાં આવશે.

આ એજન્સીઓનો થાય છે સમાવેશ
આ 10 એજન્સીઓમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશન(CBI), ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ડેક્સિસ એન્ડ કસ્ટમ, કેબિનેટ સેક્રેટરીએટ, ઈન્ટેલિજન્સ બ્યૂરો, ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો, ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સ યુનિટ અને નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA) નો સમાવેશ થાય છે.
આ સંદર્ભમાં સીબીટીડી અને નેટગ્રીડ વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ(MOU) પર હસ્તાક્ષર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 2017માં જ સીબીટીડી અને નેટગ્રીડ વચ્ચે PAN કાર્ડની વિગતો આપવા માટે સમજૂતી કરવામાં આવી છે.
