ભારતમાં કોરોના મહામારીમાં જાહેર કરાયેલા લોકડાઉન બાદ ઓનલાઇન છેતરપિંડીના કેસમાં ભારે માત્રામાં વધારો થયો છે. માટે, એક ચેતવણી જાહેર કરતા કહેવામાં આવ્યું છે કે, જો કોઈ અજાણ્યા નંબરથી પેમેન્ટ એપ પર KYC કરવા માટેનો SMS આવે તો ખાસ સાવધાન રહેવું. જેમાં, SMSમાં આપેલા નંબર પર કોન્ટેક્ટ કરવાનું કહેવામાં આવે છે. તે લોકોનો કોન્ટેક્ટ કરતા તે એપને હેક કરીને તમારા નાણાં ઉપાડી દે છે.

હાલમાં, ઓનલાઈન ચિટિંગ કરનારા નવી મોડ્સ ઓપરેન્ડી અપનાવી છે. જેમાં, KYCના નામે ગુનેગારો બલ્કમાં SMS કરીને લોકોને છેતરી રહ્યા છે. આ મેસેજમાં લખ્યું હોય છે કે, તમારે KYCની ડિટેઇલ આપવી અનિવાર્ય છે અને એમ નહીં થાય તો પેમેન્ટ એપ બંધ થઈ જશે તો આ નંબર પર કોન્ટેક્ટ કરવો. આ નંબર આ ગેગના સભ્યોનો જ હોય છે. જેઓ માહિતી લઈને રૂપિયા ઉપાડી લે છે. આ અંગે તપાસ કરતા એક અધિકારીએ જણાવ્યું છે કે, આ KYCના નામે ચિટિંગ કરતી ગેંગ ઝારખંડના જામતારાની છે અને તે આખું ગામ જ હેકર્સનું છે. આ ગામ પર વેબ સિરીઝ પણ બની છે.
આ પણ વાંચો : ઓનલાઇન વર્ચ્યુઅલ સેક્સના ચોંકાવનારા કિસ્સાઓ, લોકો સાથે આ રીતે થાય છે ઠગાઈ
કોઈ પેમેન્ટ એપ SMS કરતું નથી
આ અંગે સાયબર ક્રાઇમના DCP રાજદીપસિંહ ઝાલાએ જણાવતા કહ્યું છે કે, હેકરોએ પોતાની મોડ્સ ઓપરેન્ડી બદલીને નવી ટેક્નોલોજી અપનાવી છે. જેના KYCના નામે લોકોને લૂંટી રહ્યા છે. કોઈ પેમેન્ટ એપ SMS કરતું નથી અને જે પણ અપડેટ કરવાનું હોય તે એપ્લિકેશનમાં જ આવી જાય છે.
