હાલમાં ચાલતી કોરોના મહામારીના કારણે સરકારે ઘણા જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે, આગામી મહિને દેશનો સ્વતંત્રતા દિવસ આવી રહ્યો છે. સ્વતંત્રતા દિવસની ઉજવણી માટેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. પરંતુ, આ વખતે દિલ્હીના લાલ કિલ્લા પરનો નજારો કંઈક અલગ જોવા મળશે. આ વખતે સ્વતંત્રતા દિવસના ભાષણમાં ન તો વધારે મહેમાનો ભાગ લેશે અને ન તો મોટી સંખ્યામાં શાળાના બાળકોને કાર્યક્રમમાં ભાગ લેશે.

ગૃહ મંત્રાલયે સ્વતંત્રતા દિવસ માટે જાહેર કરેલી ગાઇડલાઇન્સ મુજબ, આ વખતે 15 ઓગસ્ટના દિવસે ઘણા ઓછા મહેમાનોને આમંત્રણ આપવામાં આવશે, જેમાં શાળાના વિદ્યાર્થીઓને પણ નહિ બોલાવવામાં આવે. દર વર્ષે લગભગ 1000 લોકોને આમંત્રણ આપવામાં આવતું હતું, પરંતુ, આ વખતે મહેમાનોની સંખ્યા 250 થી પણ ઓછી રાખવામાં આવી છે. આ દિવસે આવનારા મહેમાનોની બેઠકમા પણ સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવામાં આવશે.તે ઉપરાંત, લાલ કિલ્લાની આસપાસ શુરક્ષા આપતી પોલીસ PPE કીટ પહેરીને તૈનાત રહેશે.
આ પણ વાંચો : સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના સ્વાગત બેનર પર કાળી શાહી લગાવાઈ, ફક્ત આ નેતા પર ન લગાવામાં આવી શાહી…
આ વર્ષનો સ્વતંત્રતા દિવસ કોરોના વોરિયર્સને સમર્પિત
આ વર્ષે લાલકિલ્લાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે ત્યારે માત્ર 250 મહેમાનો જ હાજર હશે. ત્યારબાદ બપોરે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાવનારા કાર્યક્રમમાં પણ ફેરફાર જોવા મળશે. જેમાં, કોરોના ગાઈડલાઇનનું અહીંપણ ચુસ્ત પાલન કરવામાં આવશે, આ ઉપરાંત, આ વર્ષે 15 ઓગસ્ટની થીમ કોવિડ વોરિયર્સને સમર્પિત કરવામાં આવશે.
