ભારતમાં વધતા જતા કેસના કારણે કોરોના દર્દીની સારવાર માટે DCGI એટલે કે ડ્રગ કન્ટ્રોલર ઓફ ઈન્ડિયાએ Bioconની દવા ટોલીજુમૈબ Itolizumab Injection (આઇટોલીજુમૈબ)ને મંજૂરી આપી દીધી છે. આ ઇન્જેક્શનનો ઉપયોગ કોરોનાના ગંભીર દર્દી માટે કરવામાં આવશે. આ ઇન્જેક્શનનો ઉપયોગ ઘણા વર્ષોથી સિરોસિસના દર્દીઓની સારવાર માટે કરવામાં આવી રહ્યો છે. કોરોનાના દર્દીઓ પર કરેલા ક્લિનિકલ ટ્રાયલ બાદ આ દવાના સારા પરિણામ સામે આવ્યા છે. આ દવાના ઉપયોગથી ક્યૂબામાં કોરોના ડેથ રેટમાં ઘટાડો થયો છે.

Bioconની એક્ઝિક્યૂટિવ ચેરપર્સન કિરણ શૉએ કહ્યું કે, કોરોના જેવી અસધારાણ પરિસ્થિતિમાં દર્દીની યોગ્ય સારવાર અતિઆવશ્યક છે. કોરોનાના વધતા સંક્રમણમાં ટોલીજુમૈબ દવા ઘણી કારગર સાબિત થઈ શકે છે. આ દવાનું હજુ તેનું મોટાપાયે ટ્રાયલ નથી થયું. પરંતુ, હાલમાં DCGIએ આ દવાને ગંભીર દર્દીઓને આપવાની પરવાનગી આપી દીધી છે. સરકાર માની રહી છે કે આ દવા લોકો માટે ઘણી અફોર્ડેબલ છે.
આ પણ વાંચો : કોરોનાના ગંભીર દર્દીઓ માટે અસરકારક દવાની થઇ શોધ, WHO એ પણ સ્વીકાર્યું
કિરણ શૉએ જણાવ્યું હતું કે, આ દવાના ઉપયોગથી ક્યૂબામાં ડેથ રેટ ઘણો ઓછો થયો છે. ટ્રાયલ દરમિયાન આ દવાનો ઉપયોગ મોડરેટથી લઈને ગંભીર દર્દીઓ સુધી કર્યો છે. જેના સારા પરિણામો સામે આવ્યા છે.
